Western Times News

Gujarati News

બાઈડને અત્યાધુનિક ફાઇટર પ્લેન F-15EX ભારતને આપવા આપી લીલીઝંડી

વૉશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ જો બિડેને ભારત તરફ પોતાની મિત્રતાનો હાથ આગળ કર્યો છે. બાઈનની ટીમે અત્યાધુનિક ફાઇટર પ્લેન F-15EX આપવાની મંજુરી આપી છે. હવે ભારતીય એર ફોર્સને ઝડપથી F-15EX વિમાન મળી શકે છે.

બોઇંગ ઇન્ટરનેશનલ સેલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રિયલ પાર્ટરશિપ્સની વીપી મારિયા એચ લેને સમચારને સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ભારત અને અમેરિકાની સરકારો વચ્ચે વાતચીત થઇ છે. બંને દેશોની વાયુ સેનાઓએ F-15EX ને માહિતીનું આદાન-પ્રદાન કર્યું છે. અમેરિકાની સરકારે ભારતને F-15EX વિમાન આપવાના અમારા લાયસન્સ સંબંધી પ્રસ્તાવને મંજુરી આપી છે.

ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન એર ફોર્સમાં રાફેલ બાદ અમેરિકાની ફાઇટર પ્લેન બનાવતી કંપની બાઇંગનું F-15EX વિમાન આવતા સૈન્યની તાકતમાં વધારો થશે. F-15EX વિમાન બોઇંગના F-15ની શ્રેણીનુ વિમાન છે. F-15EX તમામ પ્રકારના હવામાનમાં કારગર છે. બેંગાલુરૂમાં આયોજિત એરો ઇન્ડિયા 2021માં F-15EX વિમાનને પ્રદર્શિત કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.