Western Times News

Gujarati News

પોલીસની સુરક્ષા અંગે રાહુલનું ટ્‌વીટ ભારત સરકાર, પુલ બનાવે-દિવાલો નહીં

નવીદિલ્હી, દિલ્હીની અલગ-અલગ સરહદો પર ખેડૂતોનું આંદોલન છેલ્લાં બે મહિનાથી ચાલુ છે. ગણતંત્ર દિવસના રોજ થયેલી હિંસા બાદ હવે સરકારની તરફથી કડક રૂખ અખત્યાર કરાઇ રહ્યો છે. દિલ્હીની સરહદો પર પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓને રોકવા માટે જડબેસલાક બંદોબસ્ત કરાઇ રહ્યો છે. હવે આ મુદ્દાને લઇ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રાની તરફથી સરકાર પર નિશાન સાંધવામાં આવ્યું છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દિલ્હીની સરહદો પર દિલ્હી પોલીસ દ્વારા કરાયેલી તૈયારીઓની તસવીરોને શેર કરી છે, સાથો સાથ તેમણે લખ્યું કે ભારત સરકાર, પુલ બનાવો-દિવાલો નહીં. રાહુલ ગાંધી સિવાય પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ એક વીડિયો ટ્‌વીટ કર્યો છે. સાથો સાથ તેમણે લખ્યું કે પ્રધાનમંત્રીજી, આપણા ખેડૂતો સાથે જ યુદ્ધ?

આપને જણાવી દઇએ કે ગણતંત્ર દિવસના રોજ થયેલી હિંસા બાદથી જ ખેડૂતોના પ્રદર્શનસ્થળ પર સુરક્ષાનો જડબેસલાક બંદોબસ્ત કરાયો છે. ખેડૂતોએ ફરી એકવખત ૬ ફેબ્રુઆરીના રોજ ચક્કાજામ કરવાની વાત કહી છે.

એવામાં દિલ્હી પોલીસની તરફથી ગાજીપુર બોર્ડર, ટિકરી બોર્ડર અને સિંધુ બોર્ડર પર તૈયારીઓ કરાઇ રહી છે. અહીં સરહદો પર બેરિકેડિંગ કરાયું છે, સિમેન્ટના મોટા-મોટા બેરિકેડ બનાવી દેવામાં આવ્યા છે. રસ્તામાં ખિલ્લા લગાવામાં આવી રહ્યા છે, કાંટાળા તારોનો ઉપયોગ કરાઇ રહ્યો છે. જેથી કરીને પ્રદર્શનકારી ખેડૂતો ફરીથી દિલ્હીની તરફ ટ્રેકટર લઇને ના આવે.એટલું જ નહીં વીતેલા દિવસોમાં દિલ્હી પોલીસના જવાનોની એક તસવીર સામે આવી હતી, જેમાં જવાન સ્ટીલના રૉડ અને કવચ જેવા કવર લઇને તૈનાત થયા હતા. પોલીસનું કહેવું હતું કે કોઇ પ્રદર્શનકારી તલવારથી હુમલો ના કરી દે, આથી આવી તૈયારી કરાઇ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.