Western Times News

Gujarati News

૬ ફેબ્રુ.ના ચક્કાજામમાં ઉપદ્રવીઓ હિંસા ફેલાવી શકે છે : આઈબી

Files Photo

નવી દિલ્હી: ૨૬ જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા બાદ ગુપ્તચર માહિતીએ ફરી એકવાર સુરક્ષા એજન્સીઓને ચેતવણી આપી છે. ઇનપુટ્‌સમાં કહેવામા આવ્યું છે કે, ખેડૂત આંદોલન વચ્ચે મોટી સંખ્યામાં જીવલેણ શસ્ત્રો છુપાયેલા છે.

ગુપ્તચર વિભાગ સાથે જાેડાયેલા સૂત્રોનું માનીએ તો ઇનપુટ્‌સમાં સૌથી વધુ સંવેદનશીલ સિંઘુ બોર્ડર અને ટિકરી બોર્ડર હોવાનું કહેવામાં આવે છે. અહીં, ૨૬ જાન્યુઆરીની જેમ જ ૬ ફેબ્રુઆરી અને તેની આસપાસ દિલ્હી સહિત અન્ય શહેરોમાં ઉપદ્રવી ચક્કાજામના બહાને બેફામ હિંસા ફેલાવવાનો પ્રયાસ કરશે. તેમનો હેતુ લાલ કિલ્લાની જેમ તીક્ષ્ણ હથિયારોના સહારે મોટા પાયે હિંસા ફેલાવવાનો રહેશે.

સુત્રોએ જણાવ્યું હતું કે હરિયાણાને અડીને આવેલા સરહદી વિસ્તારમાં ભય વધારે છે. અહીં પહેલાથી જ મોટા ધારવાળા હથિયારો છુપાયેલા છે. ઇનપુટ્‌સમાં પંજાબ, હરિયાણાના ગેંગસ્ટર સહિત દેશ વિરોધી દળો તરફ ઈશારો કરવામાં આવ્યો છે. જેમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના કાવતરાના તારને નકારી શકાય નહીં. ઈન્ટેલિજન્સ એલર્ટ મળ્યા બાદ દિલ્હી પોલીસે પણ સાવચેતીના પગલા તરીકે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનું શરૂ કરી દીધું છે.

સોમવાર સાંજથી પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દિલ્હીની તે તમામ સરહદો પર જઈને દરેક પ્રકારના ચૂસ્ત બંદોબસ્તની સમીક્ષા કરતા જાેવા મળ્યા હતા. દિલ્હી પોલીસની લોકલ ઈન્ટેલિજન્સ પણ ખેડુતોમાં તોફાની તત્વો ઉપરાંત પંજાબ હરિયાણાના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટરો અને તેના સંચાલકો પર નજર રાખી રહી છે.

પોલીસની તૈયારીઓને લઈને સોમવારે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના ફોટા અને વિડીયો ચર્ચાના વિષય બન્યા છે. તૈયારીઓ અંગે પણ તીવ્ર પ્રતિક્રિયાઓ છે. જેની દિલ્હી પોલીસે ૨૬ જાન્યુઆરીએ નક્કી કરાયેલા માર્ગ કરારને તોડીને લાલ કિલ્લા પર હિંસા દ્વારા ૪૦૦ પોલીસને ઇજા પહોંચાડી હોવાનું જણાવી પ્રતિક્રિયા આપી છે.

જેને ધ્યાનમાં રાખીને પોલીસ ૬ ફેબ્રુઆરીના રોજ રાઉન્ડ ફેરી જામ અને આગામી સમય માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી રહી છે. તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં હથિયારો સાથે ખેડૂતોની ટ્રેક્ટર પરેડમાં મોટી સંખ્યામાં લોકો પ્રવેશ્યા હતા. ઘણા લોકોના હાથમાં તલવારો, ફરસા, ભાલા, લોખંડના પાઈપો અને અન્ય ખતરનાક હથિયારો હતા. તેના સંબંધિત ૧૦૦૦થી વધુ ફોટા વિડીયો પોલીસ પાસે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.