Western Times News

Gujarati News

માતા-પુત્ર, વહૂ-બેટી સહિત ચોર પરિવાર ઝડપાયો

મુંબઈ, જ્યારે કોઈનો પુત્ર ચોરી કરતો તો તેની માતા તેને લડતી અને પરિવારના લોકો તેને સમજાવે છે. પરંતુ માયાનગરી મુંબઈમાં ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માતા-પુત્ર અને વહૂ મળીને અનેક રાજ્યોમાં જઈને જ્વેલરી શોપમાં  ચોરી કરતા હતા. પોલીસે મંગળવાર સાંજે આવા જ એક પરિવારના 6 લોકોને પકડ્યા છે.

આ પરિવારના દરેક સભ્યો સાતિર ચોર છે. આ લોકો અનેક રાજ્યો જેવા છત્તીસગઢ-મહારાષ્ટ્રી, દિલ્હી અને તેલંગાણામાં ચોરીની ઘટનાને અંજામ આપી ચૂક્યા છે. આ પરિવારના અન્ય બે લોકો છે જે ફરાર છે. પરિવારના યુવક અને યુવતીઓએ મળીને અત્યાર સુધી 50થી વધારે જ્લેવરી શોપમાં લાખો રૂપિયાની ચોરી કર્યાની કબૂલાત કરી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા મહિનાની 13 જાન્યુઆરીએ કુરાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મયૂર જ્વેલર શોપમાંથી આશરે 10 તોલા સોનાના ઘરેણાંની ચોરી કરી હતી. દુકાનદારે પોલીસને આ મામલે જાણકારી આપી હતી. તેણે કહ્યું કે એ દિવસે બપોરે 2 વાગ્યાની આસપાસ કાળી પીળી ટેક્સીમાં ત્રમ લોકો મારી દુકાનમાં ઉપર જ્વેલરી લેવા માટે આવ્યા હતા. થોડા સમય સુધી ઘરેણા જોયા અને પછી તેઓ ચાલ્યા ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.