Western Times News

Gujarati News

કોરોના રસી મફત આપવી કે સસ્તા ભાવે તેનો નિર્ણય રાજય સરકારો કરશે

પ્રતિકાત્મક

નવીદિલ્હી, કોરોના રસી લોકોને મફત આપવી કે સસ્તા ભાવે આપવી તેનો નિર્ણય રાજય સરકારોને આપવો પડશે બે રાજયો બિહાર અનેકેરલમાં રસી મફત આપવાની જાહેરાત થઇ ચુકી છે પરંતુ હાલ કેન્દ્ર સરકારની પાસે કોઇ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો નથી કેન્દ્રે બજેટમાં કોરોના રસીકરણ માટે ૩૫ હજાર કરોડ રૂપિયાની જાેગવાઇ કરી છે.

ઔબેએ રાજયસભામાં પ્રશ્નના લેખિત જવામાં જમાવ્યું હતું કે કોરોના રસીકરણ અભિયાન દરમિયાન કેન્દ્રીય રાજયીય અને ખાનદી આરોગ્ય સંગઠનોના ૬૨૬૧,૨૨૭ આરોગ્ય કર્માચારીઓને રસી લાગવાની છે તેમાંથી આસામના ૨,૧૦,૩૫૯,આંધ્રપ્રદેશના ૪,૩૮,૯૯૦,બિહારના ૪૬૮૭૯૦,દિલ્હીના ૨૭૮૩૪૯ ગુજરાતના ૫,૧૬,૪૨૫ કર્ણાટકના ૭,૭૩૩૬૨ કેરલના ૪,૦૭,૦૧૬ મધ્યપ્રદેશના ૪,૨૯,૯૮૧ મહારાષ્ટ્રના ૯,૩૬,૮૫૭ રાજસ્થાનના ૫,૨૪,૨૧૮ તમિલનાડુના ૫,૩૨,૬૦૫ ઉત્તરપ્રદેશના ૯,૦૬૭૫૨ અને પશ્ચિમ બંગાળના ૭,૦૦,૪૧૮ આરોગ્ય કર્મચારીઓ સામલ છે.

તેમણે જણાવ્યું હતું કે દેશમાં છેલ્લા ચાર મહિનાથી કોવિડ ૧૯ના મામલામાં ઘટાડો જાેવા મળી રહ્યો છે દેશમાં સ્વસ્થ થવાનો દર ૯૬.૩૪ ટકા ચે અને મૃત્યુદર ૧.૪૪ ટકા છે આપણી સમાન પરિસ્થિતિઓ વાળા દેશોની સરખામણીમાં ભારતમાં પ્રતિ દર લાખની વસ્તી પર સંક્રમણ અને મોતના મામલા સૌથી ઓછા છે.

તેમણે કહ્યું હતું કે ભારતમાં કોરોના વાયરસના આતંકને એક વર્ષ પુરૂ થઇ ગયું છે. ગત ૧૨ મહીનામાં દેશમાં ૧૬૨ ડોકટરોના મોત થયા છે જેમાં ૧૦૭ નર્સ અને ૪૪ આશા કર્મચારીઓના મોત પણ થયા છે.

રાજયસભામાં કેન્દ્રીય આરોગ્ય રાજયમંત્રી અશ્વિની ચૌબેએ કહ્યું કે પહેલા તબક્કામાં તમામ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશને રસીની ૨.૨૮ કરોડ ખુરાક મફત ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેનો ઉપયોગ આરોગ્ય અને આગામી મોરચા પર તહેનાત કર્મચારીઓ માટે કરવામાં આવી હ્યું છે ૧ ફેબ્રુઆરી સુધી દેશમાં ૩૯.૫૦ લાખ લોકોને મફત રસી આપવામાં આવી ચુકી છે અત્યાર સુધી કોઇ રાજયે મફત રસી આપવાની માહિતી કેન્દ્રથી સંયુકત કરી નથી.

દરમિયાન કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે બજેટમાં ફાળવવામાં આવેલ રકમનો ઉપયોગ રસી ખરીદવામાં કરવામાં આવશે કેન્દ્ર અને રાજયથી ૬૦ઃ૪૦ના ગાળામાં ખર્ચ કરી સકે છે એ યાદ રહે કે આરોગ્ય ક્ષેત્ર રાજયની યાદીમાં છે આથી આગળની રણનીતિ તેના પર નિર્ભર રહેશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.