Western Times News

Gujarati News

ફોરેક્સમાં રોકાણના નામે એક લાખ રૂપિયા લઈ એકાઉન્ટન્ટને નકલી આઈડી પાસવર્ડ આપી દીધા

ઓનલાઈન ફ્રોડની નવી રીતઃ સાયબર ક્રાઈમમાં ફરીયાદ દાખલ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : દેશભરમાં ઈન્ટરનેટનો વ્યાપ વધ્યા બાદ ઓનલાઈન પેમેન્ટ જેવી સુવિધાઓ પણ રોકેટ ગતિએ વધી છે. જેના પરિણામે નાગરીકોએ ઘણી સુવિધા પ્રાપ્ત કરી છે. પરંતુ સિંક્કાની બીજી બાજુએ જાતા ઈન્ટરનેટ સરળતાથી ઉપલબ્ધ થયા બાદ નાગરીકોને લલચાવનારા મેસેજ કરીને ેતેમની સાથે હજારો-લાખો રૂપિયાની છેતરપીડી કરવાના બનાવો પણ ગંભીર પ્રમાણમાં વધી રહ્યા છે. અમદાવાદ શહેરમાં જ એકાંતરે ઓનલાઈન ફ્રોડના કિસ્સા બહાર આવતા રહે છે. જેમાં મોટાભાગના ઓનલાઈન લોન લેવાના અથવા રોકાણ સાથે ઉંચુ વળતર આપીને કરવામાં આવતી છેતરપીંડી હોય છે. આશ્ચર્યની વાત તો એ છે કે આવા બનાવોમાં ભોગ બનતાં લોકો મોટેભાગે ભણેલા હોય છે.

આ સ્થિતિમાં  શહેરની સાયબર ક્રાઈમમાં ઉંચુ વળતર આપવાના નામે એક લાખથી વધુની રકમની છેતરપીંડીની ફરીયાદ નોંધાઈ છે. ભોગ બનનાર વ્યક્તિને  રૂપિયા ભર્યા બાદ સંતોષકારક જવાબ ન મળતાં તેણે ફરીયાદ નોંધાવી છે.

આ અંગેની વિગત એવી છે કે મનિષભાઈ હસેમુખલાલ શાહ કૃષ્ણનગર હાઉસિંગ બોર્ડ, કૃષ્ણનગર ખાતે રહે છે. અને એક ખાનગી કંપનીમાં સીનિયર એકાઉન્ટન્ટ તરીકે છેલ્લા દસ વર્ષથી કાર્યરત છે. મનિષભાઈ નોકરી સિવાય પણ અન્યત્ર રોકાણ કરે છે. ગત ફેબ્રુઆરી મહિનામાં તેમને એક અજાણ્યા નંબરથી ફોરેક્સ (વિદેશી નાણાં) માં એક વખત રોકાણ કરી રોજના ૩૦ થી૪પ હજાર રૂપિયા કમાવવાનો મેસેજ આવ્યો હતો.

જેથી મનિષભાઈએ એ નંબર પર ફોન કરતા પૂજા નામની યુવતિએ અમે ‘ફોરેક્સ ઓટો ટ્રેડીંગમાં સોફટવેર ટ્રેડીંગ કરાવીએ છીએ. જા તમે રોકાણ કરો તો રોજના ૩૦ થી ૪પ હજારનો નફો કરી આપવાની લાલચ આપી હતી. અજાણી યુવતિ પુજાની વાતોમાં આવી જઈ મનિષભાઈએ પોતાના નામ-સરનામા, આધાર કાર્ડ કેન્સલ ચેક સહિતના દસ્તાવેજા પુજાને વાટસઅપ પર મોકલીઅ ાપ્યા હતા. બાદમાં પુજાએ મિનીમમ ડીપોઝીટ તરીકે રૂપિયા એક લાખ વીબુલ ટ્રડીંગ’ નામના એકાઉન્ટમાં જમા કરાવવા જણાવ્યુ હતુ.

જેથી મનિષભાઈએ બે હપ્તામાં સમગ્ર રકમ ભરી હતી. ત્યારબાદ પુજા અને તેની આ ટોળકીએ ઈ-મેઈલ દ્વારા મનિષભાઈને એક લોગ ઈન આઈડી અને પાસવર્ડ આપ્યુ હતુ. જેમાં કેટલીક રકમ બતાવીને ગ્રાફ વધઘટ થતો હતો. જા કે ત્યારબાદ કેટલાંય દિવસો સુધી ગ્રાફમાં વધઘટ જાવા મળતાં તેમને શંકા ગઈ હતી. અને તેમણે આપેલા નંબર પર ફોન કરતાં ગઠીયાઓએ સર્વરમાં પ્રોબ્લેમ હોવાનું જણાવ્યુ હતુ. જા કે અવારનવાર પ્રોબ્લેમ થતો હોઈ સરખો જવાબ ન મળતા મનિષભાઈને પોતાની સાથે ફ્રોડ થયાનું ભાન થયુ હતુ. જેના પગલે તેમણે તાત્કાલિક સાયબર ક્રાઈમમાં છેતરપીંડીની ફરીયાદ નોંધાવી હતી.

બીજી તરફ રોકાણ માટેની વેબસાઈટ બનાવી નકલી આઈડી પાસવર્ડ કરી લોકોને મુખ બનાવતા ઠગ ટોળકીનું કારસ્તાન સામે આવતા સાયબર ક્રાઈમ પણ ચોંકી ઉઠી હતી. અને તુરત જ પગલાં લઈને આ ટોળકીને ઝડપી લેવા ઝડપી કાર્યવાહી હાથધ રી છે. બીજી તરફ ઓનલાઈન ફ્રોડ કરતી ઠગ ટોળકીની આ નવી મોડસ ઓપરેન્ડી સામે આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.