Western Times News

Gujarati News

અમદાવાદ શહેરના ૪૮ વોર્ડ માટે EVM સોંપવામાં આવ્યા

Files Photo

અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીની જેમ જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પરંતુ સ્થાનિક સ્વરાજમાં વિવિપેટ નહિ હોય. જાેકે વિધાનસભાની ચૂંટણીની મતગણતરી થતી હોય ત્યારે કોઈ ઉમેદવાર વાંધો ઉઠાવે તો વિવિપેટની કાપલીની ગણતરી કરવામાં આવતી હોય છે. પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઇવીએમમાં (ઈફસ્) પડેલ ફાઇનલ મત હશે. જાેકે ઇવીએમ મતદાન મથક લઈ જવાય પહેલા રાજકીય પક્ષોને સાથે રાખીને ચેકીંગ કરવા આવ્યું છે. તેમજ ટેક્નિકલ કોઈ ખામી નથી તે પણ ચેક કરવામાં આવ્યું છે.

ત્યાર બાદ રિટનિંગ ઓફિસને સોંપવામાં આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાના ૧૬ રિટનિંગ ઓફિસરને પોતાના મથકના ઇવીએમ સોંપી દેવામાં આવ્યા છે. જે તે વિસ્તારના સ્ટ્રોંંગ રૂમમાં રાખવામાં આવશે અને ઉમેદવાર ફાઇનલ થયા બાદ બીજા તબક્કાનું ચેકીંગ થશે. જાેકે ઇવીએમની પોલીસ સુરક્ષા સાથે સલામત રાખવામાં આવશે. ત્યાર બાદ રિટનિંગ ઓફિસને સોંપવામાં આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાના ૧૬ રિટનિંગ ઓફિસરને પોતાના મથકના ઇવીએમ સોંપી દેવામાં આવ્યા છે.

જે તે વિસ્તારના સ્ટ્રોંંગ રૂમમાં રાખવામાં આવશે અને ઉમેદવાર ફાઇનલ થયા બાદ બીજા તબક્કાનું ચેકીંગ થશે. જાેકે ઇવીએમની પોલીસ સુરક્ષા સાથે સલામત રાખવામાં આવશે. અમદાવાદ કલેકટર સંદીપ સાગલે જણાવ્યું છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકાના ૪૮ વોર્ડ માટે ૧૬ રિટનિંગ ઓફિસને જવાબદારી સોંપવામાં આવી છે. જેને પહેલા તબક્કાનું ઇવીએમની તાપસ થયા બાદ રિટનિંગ ઓફિસને ઇવીએમ સોંપવામાં આવ્યા છે.

તેમજ મતદાન મથક ઉપરની તૈયારી શરૂ કરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકાના ૪૮ વોર્ડ માટેની તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદ શહેરના ૪૮ વોર્ડના ૧૬ રિટર્નિંગ ઓફિસરને કામગીરી સોંપવામાં આવી છે. ૧૯૨ બેઠકના અંદાજે ૪૫૫૦ મતદાન મથકો પર ચૂંટણીલક્ષી કામગીરી માટે ૨૮,૦૦૦થી વધુ પોલિંગ સ્ટાફને ચૂંટણીલક્ષી કામગીરી માટે આપવામાં આવી છે. જાેકે, અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ ૪૬.૨૨ લાખ અંદાજીત મતદારો નોંધાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.