Western Times News

Gujarati News

એક ઝાટકે LPG સિલિન્ડરના વધી ગયા 25 રૂપિયા

નવી દિલ્હી, બજેટ રજુ થયા બાદ સામાન્ય વ્યક્તિને મોંઘવારીનો ઝાટકો લાગ્યો છે. ઘરેલુ ગેસની કિંમતમાં એક વાર ફરી વધારો થયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ LPG સિલિન્ડરની કિંમત જારી કરી છે અને ભાવ 25 રૂપિયા પ્રતિ વધી ગયા છે, જયારે વ્યવસાયિક સિલિન્ડરના ભાવ 6 રૂપિયાથી ઘટી ગયા છે. આ પહેલા કમર્શિયલ LPG સિલિન્ડર (19 KG)ના ભાવ 190 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધી ગયા છે.

તાજેતરમાં થયેલા વધારા બાદ દિલ્હીમાં LPGની કિંમત 719 રૂપિયા થઇ ગઇ છે. જ્યારે જાન્યુઆરીમાં દિલ્હીમાં રાંધણ ગેસ 694 રૂપિયામાં મળી રહ્યો હતો. સામાન્ય રીતે ગેસ કંપનીઓ મહિનાના પહેલા દિવસે ગેસની નવી કિંમતો નિર્ધારિત કરે છે. પરંતુ બજેટ જારી થવાના કારણે આ મહિને 1 તારીખે કિંમતોમાં કોઇ ફેરફાર થયો ન હતો.

જણાવી દઇએ કે નવા વર્ષે એટલે કે 2021ના જાન્યુઆરીમાં પણ તેલ કંપનીઓએ ઘરેલૂ રાંધણ ગેસ સિલિન્ડર ગ્રાહકોને રાહત આપતા કિંમતોમાં કોઇ વધારો કર્યો ન હતો. જો કે 19 કિલોના કમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 17 રૂપિયાનો વધારો કર્યો હતો.

ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર 4 ફેબ્રુઆરી 2021થી દિલ્લીમાં 14.2 કિલોગ્રામ સબ્સિડિ વગરના LPG ગેસ સિલીંડરની કીંમત 719 રૂપિયા, મુંબઈમાં 719 રૂપિયા, ચેન્ન્ઈમાં 735 રૂપિયા અને કોલકાત્તામાં 745.50 રૂપિયા જણાવાઈ છે. 15 ડિસેમ્બરે દિલ્લીમાં 14.2 કિલોગ્રામ સબ્સિડિ વગરના રાંધણ ગેસની કીંમત 694 રૂપિયા, મુંબઈમાં 694 રૂપિયા, ચેન્નઈમાં 710 રૂપિયા અને કોલકત્તામાં 720.50 રૂપિયા હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.