Western Times News

Gujarati News

સ્વતંત્રતા સેનાનીઓના સ્મારક નિર્માણ માટે ૧૦૦ કરોડની ફાળવણીની મમતાની જાહેરાત

કોલકતા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિધાનસભા ચુંટણી પહેલા ૨.૯૯ લાખ કરોડનું લેખાનુદાન રજુ કર્યું છે તેમના બજેટના કેન્દ્રમાં નેતાજી સુભાષ ચંદ્ર બોસ રહ્યાં જેમની ૧૨૫મી જયંતીના નામ પર ભાજપ રાજયમાં અનેક કાર્યક્રમ કરતી રહી છે અને આગામી ચુંટણીમાં જીત માટે તેને ગેટ વે તરીકે ઉપયોગ કરી રહી છે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાના બજેટ ભાષણનો અંત પણ નેતાજીના કથનથી કર્યો હતો.

મમતા બેનર્જીએ કહ્યું કે નેતાજીના અમર સંદેશોમાં એક મારી પ્રેરણા છે પોતાના દેશવાસીઓને સંબોધિત કરતા તેમણે કહ્યું કે તુમ મુઝે ખુન દો મેં તુમ્હે આઝાદી દુંગા,..હું આપણા રાજયના લોકોને કહેવા માંગુ છું કે મારા પર વિશ્વાસ રાખો હું તમને શરત વિના અને નિસ્વાર્થ રીતે સમર્પણની સાથે સેવા આપીશ.

આ પહેલા તેમણે પ્રતિષ્ઠિત સ્વતંત્રતા સેનાનીના સ્મારકના નિર્માણ માટે ૧૦૦ કરોડની ફાળવણીની જાહેરાત કરી મુખ્યમંત્રીએ કહ્યું કે મહાન નેતા નેતાજીના સમ્માનમાં કોઇ પણ સરકાર દ્વારા આપણા રાજયમાં કોઇ પણ સ્મારક બનાવવામાં આવ્યું નથી હું બંગાળના લોકો તરફથી ન્યુ ટાઉનમાં એક આઝાદ હિંદ સ્મારક બનાવવાનો પ્રસ્તાવ કરૂ છું. તેમણે કહ્યું કે નેતાજીના જય હિંદના નારા માટે અમે પ્રત્યેક જીલ્લામાં એક જય હિંદ ભવન બનાવવાનો પ્રસ્તાવ કરી રહ્યાં છીએ ઉદાહરણ માટે વર્તમાનમાં રાજયમાં નોબેલ પુરસ્કાર વિજેતા રવીન્દ્રનાથ ટાગોરને સમ્માનિત કરવા માટે સરકાર દ્વારા નિર્મિત રવીદ્ર ભવનની એક શ્રેણી છે જે જયાં પણ છે એક સામાજિક સાંસ્કૃતિક કેન્દ્ર બની ગયું છે.

મમતાએ કહ્યું કે જય હિંદ ભવન રાજયના યુવાઓ અને નવી પેઢીને નેતાજીના જીવનથી પ્રેરણા લેવાનું કેન્દ્ર બનશે આગામી નાણાંકીય વર્ષ માટે આ પ્રોજેકટ માટે પણ ૧૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે નેતાજીની યાદીમાં કોલકતા પોલીસની એક નવી બટાલિયનની સ્થાપના માટે પણ તેમણે અલગથી ૧૦ કરોડની ફાળવણી કરી છે તેનું નેતાજી બટાલિયન કહેવામાં આવશે તેમણે નેતાજીના નામ પર નેતાજી રાજય યોજન પંચ રચવાનો પ્રસ્તાવ રાખ્યો અને તેના માટે પાંચ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. મમતાએ પોતાન ભાષણનું સમાપન ગુરૂદેવ રવીન્દ્‌નાથ ટાગોરની પંક્તિઓથી કરી કેટલાક ગિવસ પહેલા કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે પણ પોતાના બજેટ ભાષણની શરૂઆત જ ટાગોરની પંક્તિઓ દોહરાવી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.