Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. ચૂંટણી માટે કોંગ્રેસે ર૮ રીપીટ કર્યા: ૧૮ની બાદબાકી થઈ

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ર૧ ફેબ્રુઆરીએ યોજાનાર ચુંટણી માટે કોંગ્રેસના ૧૯ર ઉમેદવારોએ શનિવારે ઉમેદવારીપત્રક ભર્યા હતા બળવાના ભયથી કોંગ્રેસ દ્વારા સત્તાવાર જાહેર કરવામાં આવી ન હતી પરંતુ ઉમેદવારોના તેમના ઘરે મેન્ડેન્ટ મોકલી આપવામાં આવ્ય્‌ હતા તેમ છતાં જેમ જેમ ઉમેદવારોના નામ બહાર આવતા ગયા તેમ તેમ વિરોધ- દેખાવો વધતા ગયા હતા. જેની શરૂઆત જમાલપુર વોર્ડથી થઈ જમાલપુરના સીટીંગ કોર્પોરેટર શાહનવાઝ શેખને ખાડીયામાંથી ટિકિટ આપવામાં આવી હતી જેનો તેમણે અસ્વીકાર કર્યો હતો તથા તેમની દાવેદારી પુર્ણ થઈ હોવાના અહેવાલ વહેતા થયા બાદ એન.એસ.યુ.આઈ.ના હોદ્દેદારોએ રાજીનામા આપવાની શરૂઆત કરી હતી તથા પ્રદેશ કાર્યાલય ખાતે દેખાવો કર્યા હતા પ્રદેશ નેતાગીરીની સમજાવટ બાદ શાહનવાઝ શેખ ખાડીયામાંથી ચૂંટણી લડવા તૈયાર થયા હતા. અગાઉ તેમના સ્થાને ઈલ્યાસખાન પઠાણને ટિકિટ આપવામાં આવી હતી તેમનું નામ રદ કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસ પક્ષમાં સૌથી ચોંકાવનારી ઉમેદવારી મ્યુનિ. પક્ષના પૂર્વ નેતા દિનેશ શર્માની રહી છે. ર૦૧પમા ઈન્ડીયા કોલોનીમાંથી ચૂંટણી જીતેલા દિનેશ શર્માએ ચાંદખેડામાંથી લડવા નિર્ણય કર્યા હતા. પાર્ટી દ્વારા તેમના નિર્ણય પર મંજુરીની મ્હોર લગાવવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યા મુજબ બાપુનગરના ધારાસભ્યની દખલગીરીથી ત્રસ્ત થઈને દિનેશ શર્માએ વોર્ડ અને ઝોન બંને છોડયા છે. કોંગ્રેસે દરિયાપુર માટે નવી પેનલ જ જાહેર કરી છે. સીનીયર કોર્પોરેટર સુરેન્દ્રભાઈ બક્ષીએ ચૂંટણીલડવા અનિચ્છા જાહેર કરી હતી જયારે હસનલાલ અને જયશ્રીબેન શાહની બાદબાકી થઈ છે તેમજ મોનાબેન પ્રજાપતિને શાહપુરમાંથી ટિકિટ આપી છે આમ દરિયાપુરમાં નવા ચહેરાને તક આપવામાં આવી છે જેમાં નિરવ બક્ષીનું નામ મુખ્ય છે. નિરવ બક્ષી વર્ષોથી સંગઠન સાથે સંકળાયેલા હોવાથી તેમની દાવેદારી મજબુત માનવામાં આવતી હતી કોંગ્રેસના સીનીયર કોર્પોરેટર તૌફિકખાન પઠાણે પણ નાદુરસ્ત તબિયતના કારણે ચૂંટણી ન લડવા જાહેરાત કરી હતી તેથી તેમના પુત્ર ઝૂલ્ફીખાન પઠાણને ટિકિટ આપવામાં આવી છે. લાંભા વોર્ડના એક માત્ર કોર્પોરેટર પલકબેન પટેલની પણ ટિકિટ કાપવામાં આવી છે.

કોણ કપાયાં
અબ્દુલ શેખ- (શાહપુર), જયશ્રી શાહ, હસનલાલ, સુરેન્દ્ર બક્ષી- (દરીયાપુર), ગીતાબેન પટેલ-(વિરાટનગર), મધુબેન લેઉવા- (બાપુનગર), નીલાબેન બારોટ(બાપુનગર), શાંતાબેન પંચાલ (સરસપુર), તૌફીકખાન પઠાણ (સરસપુર), નફીસા બાનું (સરખેજ), સુહાના મન્સુરી (મકતમપુરા), જરીના શેખ (બહેરામપુરા), રહીમભાઈ સુમરા (દાણીલીમડા), આફરીન પઠાણ, દેવેન્દ્ર વીસનગરી (ગોમતીપુર), નૂતન ચૌહાણ, બળદેવ દેસાઈ (અમરાઈવાડી), પલકબેન પટેલ-(લાંભા) ૨૦૧૫માં રામોલ હાથીજણમાંથી કોંગ્રેસના બેનર હેઠળ ચૂંટણી જીતેલા અતુલભાઈ પટેલ ભાજપમાં જાેડાયા હોવાથી તેમની બાદબાકી થઈ છે

 

રીપીટ કોર્પાેરેટરોનાં નામ
દિનેશ શર્મા, રાજેશ્રીબેન કેસરી (ચાંદખેડા), ઓમપ્રકાશ તિવારી (સરદારનગર), ગોવિંદ પરમાર, છાયાબેન સોનવણે (સૈજપુર-બોઘા), મોના પ્રજાપતિ (શાહપુર), યશવંત જાેગી, પદમાબેન બ્રહ્મભટ્ટ (ઈન્ડિયા કોલાની), રણજીતસિંહ બારોટ (વિરાટનગર), જે.ડી.પટેલ (બાપુનગર), શાહનવાઝ શેખ,રઝીયાબાનુ શેખ- (ખાડિયા), અજરાબેન કાદરી-(જમાલપુર), સમીરખાન પઠાણ, હાઝીભાઈ શેખ- (મકતમપુરા), કમળાબેન ચાવડા, કમરૂદ્દીન પઠાણ- (બહેરામપુરા), શહેજાદ ખાન પઠાણ, રમીલાબેન પરમાર, જમનાબેન વેગડા-(દાણીલીમડા), ઈકબાલ શેખ, રૂકસાનાબેન ઘાંચી (ગોમતીપુર), જગદીશ રાઠોડ, સપનાબેન તોમર(અમરાઈવાડી), ઈલાક્ષીબેન પટેલ- (ભાઈપુરા હાટકેશ્વર), રાજુભાઈ ભરવાડ(રામોલ-હાથીજણ)

કોંગ્રેસમાં પણ સીનીયરોની ખોટ રહેશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીના ૧૯ર ઉમેદવારોના વહેતા થયેલા નામોમાં સીનીયરોની ગેરહાજરી ઉડીને આંખે વળગે છે કોંગ્રેસના સીનીયર કોર્પોરેટરો સુરેન્દ્રભાઈ બક્ષી તથા તૌફિકખાન પઠાણે ચૂંટણી લડવા માટે અનિચ્છા જાહેર કરી હતી તેથી પાર્ટીએ તેમના નિર્ણય અને સેવાની કદર કરી હતી તેમજ તેમના સ્થાને તેમના પુત્રો નિરવ બક્ષી અને ઝૂલ્ફીખાન પઠાણને ટિકિટ આપી છે. કોંગ્રેસના સીનીયર કોર્પોરેટર બદરૂદ્દીનભાઈ શેખનું કોરોનાના કારણે એપ્રિલ-ર૦ર૦માં અવસાન થયુ હતું સ્વ. બદરૂદ્દીન શેખના પરિવારમાંથી કોઈએ પણ ટિકિટ માટે દાવેદારી કરી ન હતી. પરંતુ પાર્ટીએ તેમના અત્યંત અંગત ગણાતા તસ્લીમભાઈ તિરમીઝને બહેરામપુરામાંથી ટિકિટ આપી છે. ર૦૧પની ચૂંટણીમાં જમાલપુરમાંથી અપક્ષ લડીને જીતેલા ઈમરાન ખેડાવાળા કોંગ્રેસમાં જાેડાયા હતા અને ર૦૧૭માં કોંગ્રેસના નેજા હેઠળ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા તેથી તેઓ પણ ચૂંટણી લડશે નહિ.

 

કોના વોર્ડ બદલાયા
અમદાવાદ મ્યુનિ.ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી ન હતી. પરંતુ બારોબાર મેન્ડેન્ટ આપવામાં આવ્યા હતાં. જેના આધારે પ્રાપ્ત થયેલી માહિતી મુજબ કેટલાંક કોર્પાેરેટરોનાં વોર્ડ બદલવામાં આવ્યાં છે. જેમાં પૂર્વ મ્યુનિ.નેતા દિનેશ શર્મા મુખ્ય છે. તેઓ ૨૦૧૫માં ઈન્ડિયા કોલોનીમાંથી જીત્યા હતા પરંતુ આગામી ચૂંટણીમાં ચાંદખેડા વોર્ડમાંથી લડશે. જ્યારે જમાલપુરના કોર્પાેરેટર શાહનવાઝ શેખ તેમજ રઝીયા સૈયદને ખાડીયામાંથી ટિકિટ આપવામાં આવી છે. દરીયાપુરનાં પૂર્વ મહિલા કોર્પાેરેટર મોનાબેન પ્રજાપતિને શાહપુરમાંથી ટિકિટ ફાળવવામાં આવી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.