Western Times News

Gujarati News

ધાડ અને ચોરીના ગુનાઓમાં નાસતા – ફરતા આરોપીને ઝડપી પાડતી નડીઆદ ડીવીઝન સ્કોડ

પોલીસ અધિક્ષક ખેડા – નડીયાદનાઓ દ્વારા તા .૧૦ / ૦૧ / ૨૦૨૧ થી તા .૦૯ / ૦૨ / ૨૦૨૧ સુધી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનુ આયોજન કરી નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારૂ સ્કોડની રચના કરવામાં આવેલ જે આધારે આ ડ્રાઇવ દરમ્યાન ના.પો.અધિ.સા. નડીયાદ – વિભાગ નાઓના માર્ગદર્શન તથા સુચનાઓ અન્વયે આજરોજ પો.સ.ઇ વી.એ.શાહ તથા જશવીરસિહ,. શૈલેશભાઇ, રાજુભાઇ, વિકાસભાઇ, નડીઆદ ડીવીઝન સ્કોડ એ રીતેના પેટ્રોલીંગમાં હતા

દરમ્યાન અહેકો જશવીરસિહ  નાઓને મળેલ બાતમી આધારે સેવાલીયા બસ સ્ટેન્ડ પાસેથી આણંદ રૂરલ પોલીસ સ્ટેશન પાર્ટ – એ ગુરનં .૧૧૨૧૫૦૦૧૨૦૦૩૩૬ / ૨૦૨૦ ઇપીકો કલમ ૩૯૫ તથા પાર્ટીએ ગુરનં . ૧૧૨૧૫૦૦૧૨૦૦૩૨૨ / ૨૦૨૦ ઇપીકો કલમ ૩૭૯ , ૧૧૪ મુજબના ગુનાના કામે નાસતા – ફરતા આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફે ભયલુ ગણપતસિંહ ચાવડા રહે . જેસાપુરા , અઢી વિદ્યાના નાકે , તા.ઠાસરા જી.ખેડા – નડીઆદ નાઓને આજરોજ તા .૦૭ / ૦૨ / ૨૦૨૧ ના કલાક ૧૧/૧૫ વાગે સીઆરપીસી કલમ ૪૧ ( ૧ ) ( આઇ ) મુજબ પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી ઉપરોક્ત જણાવેલ પોલીસ સ્ટેશને સોપવા તજવીજ કરવામાં આવેલ છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.