Western Times News

Gujarati News

SUV જેગુઆર આઈ-પેસ 9મી માર્ચે ભારતમાં લોન્ચ થશે

●    આઈ-પેસનું લોન્ચ ભારતમાં જેગુઆર લેન્ડ રોવર માટે ઈલેક્ટ્રિફિકેશનના પ્રવાસમાં નોંધપાત્ર પાત્ર બની રહેશે.

જેગુઆર લેન્ડ રોવરે અજોડ અને રોમાંચક ડિજિટલ લોન્ચ ઈવેન્ટ થકી 9મી માર્ચ, 2021ના રોજ ભારતમાં તેની પ્રથમ ઓલ- ઈલેક્ટ્રિક પરફોર્મન્સ એસયુવી જેગુઆર આઈ-પેસના લોન્ચની ઘોષણા કરી છે. તે મિડિયા, ગ્રાહકો અને ચાહકો તેમ જ બ્રાન્ડના શોખીનો માટે ખુલ્લી મુકાશે.

જેગુઆર લેન્ડ રોવર ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડાયરેક્ટર રોહિત સુરીએ જણાવ્યું હતું કે લેન્ડ રોવર ડિફેન્ડરના ડિજિટલ લોન્ચને અદભુત પ્રતિસાદ પછી અમે ભારતમાં જેગુઆર આઈ-પેસના લોન્ચ માટે વધુ એક ડિજિટલ અનુભવ નિર્માણ કરવા ભારે રોમાંચિત છીએ.

આ રોમાંચક અને સહભાગી ડિજિટલ ઈવેન્ટમાં સક્ષમ ઈનોવેટિવ ટેકનોલોજીઓનો ઉપયોગ અને ઈલેક્ટ્રિક વેહિકલ્સ જેવી મોબિલિટીનાં કાર્યક્ષમ માધ્યમોને ટેકા સાથે સક્ષમ ઈકોસિસ્ટમના પરિપ્રેક્ષ્યથી વ્યવહારુ રીતે ઘડવામાં આવેલી ભવિષ્યલક્ષી શહેરી મેટ્રોપોલિસમાં ડોકિયું કરાવશે. મને ખાતરી છે કે મિડિયાના સભ્યો, અમારા માનવંતા ગ્રાહકો અને બ્રાન્ડના ચાહકો આ અજોડ, ભવિષ્યલક્ષી અને અદભુત તૈયાર કરાયેલી લોન્ચ ઈવેન્ટ થકી પ્રદાન કરવામાં આવનાર વર્ચ્યુઅલ અનુભવ વ્યાપક રીતે માણશે એવી મને ખાતરી છે.

આરંભથી આઈ-પેસે 80થી વધુ વૈશ્વિક એવોર્ડસ જીત્યા છે. 2019માં સાગમટે ત્રણ વૈશ્વિક કાર ટાઈટલ્સ જીતનારી તે પ્રથમ કાર છે, જેમાં વર્લ્ડ કાર ઓફ ધ યર, વર્લ્ડ ગ્રીન કાર ઓફ ધ યર અને વર્લ્ડ કાર ડિઝાઈન ઓફ ધ યરનો સમાવેશ થાય છે.

જેગુઆર આઈ-પેસ માટે બુકિંગ શરૂ થયા છે. ઓલ- ઈલેક્ટ્રિક જેગુઆર આઈ-પેસ પર વધુ માહિતી માટે ક-પા કરી વિઝિટ કરો www.jaguar.in


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.