Western Times News

Gujarati News

કોંગ્રેસ અગ્રણીએ આચારસંહિતાનો ભંગ ગણાવીને ચૂંટણી અધિકારી સમક્ષ લેખિતમાં ફરિયાદ

કોંગ્રેસ અગ્રણી અને જાેષીને પોલીસે નજર કેદ કર્યા
વડોદરા, વડોદરામાં કોંગ્રેસના નેતાઓને નજરકેદ કરાયા છે. વડોદરામા મુખ્યમંત્રી આવવાના હોઈ કોંગ્રેસના નેતાઓ વિરોધ ના કરે તે માટે તેઓને નજરકેદ કરાયા છે. વડોદરા શહેરમાં કોંગ્રેસ અગ્રણી અને પ્રવક્તા ઋત્વિજ જાેષીને પોલીસે નજર કેદ કર્યાં છે, જેથી તેઓએ આદર્શ આચારસંહિતાનો ભંગ ગણાવીને ચૂંટણી અધિકારી સમક્ષ લેખિતમાં ફરિયાદ કરી છે. Congress leaders on Sunday lodged a complaint with election officials against the policemen in the Vadodara city after the party spokesman Rutvij Joshi alleged that they cops prevented him from leaving his house for poll campaigning in the morning.

ચૂંટણી પ્રચારમા અડચણ ઉભી કરવાનો કોંગ્રેસનો આરોપ છે. આંકલાવ અને ઉમરેઠ જિલ્લાના કોંગ્રેસ પ્રભારી નિલેશ બ્રહ્મભટ્ટ આરોપ મૂક્યો કે, ભાજપ સરકારી મશીનરીનો દુરુપયોગ કરી રહી છે. ભાજપ કોંગ્રેસના સૈનિકને દબાવી રહી છે. મુખ્યમંત્રી વડોદરામાં ભાજપના સ્ટાર પ્રચારક તરીકે આવી રહ્યા છે, ત્યારે નજરકેદ કેમ કરાયા?

કોંગ્રેસ અગ્રણી અને પ્રવક્તા ઋત્વિજ જાેષીએ જણાવ્યું હતું કે, ભારતીય સૈનિકો પર પુલવામાના આંતકવાદી હુમલામાં શહિદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા નમન કરું છું. કોંગ્રેસના સૈનિકો પર ભાજપ દ્વારા આચરસંહિતાનું ઉલ્લંઘન કરતો જે હુમલો કરવામાં આવ્યો છે, તેની નિંદા કરુ છું.

રવિવારે ભાજપના સ્ટાર પ્રચારક વિજય રૂપાણી ચૂંટણી પ્રચાર અર્થે વડોદરા આવ્યા હતા, ત્યારે કોંગ્રેસના સૈનિકોને નજરકેદ કરવામાં આવે તે કેટલું યોગ્ય? મારી ઘરે પોલીસે મને નજરકેદ કર્યો છે. અનેક નેતાઓની સાથે સાથે પોલીસ ફરી રહી છે. ૧૪ ફેબ્રુઆરીના રોજ પુલવામા એટેક થયો હતો. એ જ કાળો દિવસ છે.

કોંગ્રેસના સૈનિકો દ્વારા ભાજપ દ્વારા આચારસંહિતા પર હુમલો કરાયો છે. ભાજપ દ્વારા પ્રચાર કરવામાં આવનાર છે, ત્યારે કોંગ્રેસના સૈનિકોને હુમલા દ્વારા દબાવવાનો અને ગભરાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. હું આંકલાવ પ્રચાર કરવા જઈ રહ્યો છું, ત્યારે મારી સાથે પોલીસ ઓફિસર રાખ્યા છે. પોલીસ સવારે ૮.૩૦ થી મારા ઘરે આવી ગઈ હતી, ત્યારથી મારી સાથે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.