Western Times News

Gujarati News

વિદેશમાં પોસ્ટ ગ્રેજ્યુએટનો અભ્યાસ કરવા ઇચ્છતાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને વ્યાજમુક્ત સ્કોલરશિપ્સ

કે સી મહિન્દ્રા  એજ્યુકેશન ટ્રસ્ટે વિદેશમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા વ્યાજમુક્ત લોન સ્કોલરશિપ્સ માટે લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવી-અરજી કરવાની છેલ્લી તારીખ – 31 માર્ચ, 2021

કે. સી. મહિન્દ્રા એજ્યુકેશન ટ્રસ્ટે વિદેશમાં પોસ્ટ ગ્રેજ્યુએટનો અભ્યાસ કરવા ઇચ્છતાં પ્રતિભાશાળી ગ્રેજ્યુએટ્સ પાસેથી કે સી મહિન્દ્રા સ્કોલરશિપ્સ ફોર પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટડીઝ એબ્રોડ માટે અરજીઓ મંગાવી છે. સફળ ઉમેદવારો મહત્તમ રૂ. 4 લાખ સુધીની વ્યાજમુક્ત લોન સ્કોલરશિપનો લાભ લઈ શકે છે. ઉપરાંત કે સી મહિન્દ્રા ફેલોઝ તરીકે માન્યતા ધરાવતા ત્રણ સ્કોલર્સને સ્કોલરદીઠ રૂ. 8 લાખ સુધીની સ્કોલરશિપ આપવામાં આવશે.

કોણ અરજી કરી શકે? આ માટે ભારતીય નાગરિકતા ધરાવતો ઉમેદવાર પાસે માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ફર્સ્ટ-ક્લાસ ડિગ્રી કે એને સમકક્ષ ડિપ્લોમા ડિગ્રી હોવી જોઈએ. ઉમેદવારે અરજી રજૂ કરતા સમયે વિદેશમાં પ્રતિષ્ઠિત યુનિવર્સિટી કે સંસ્થામાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ અથવા પ્રવેશ મેળવવા માટે અરજી કરેલી હોવી જોઈએ. વિદેશમાં પ્રોગ્રામ ઓગસ્ટ, 2021થી ફેબ્રુઆરી, 2022 વચ્ચે શરૂ થવો જોઈએ.

કેવી રીતે અરજી કરવી? એપ્લિકેશન ફોર્મ વેબસાઇટ www.kcmet.org પર ઉપલબ્ધ છે. સ્કોલરશિપ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2021 રહેશે. પસંદ થયેલા વિદ્યાર્થીઓને અંતિમ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે, જે જુલાઈ, 2021માં યોજાશે. ઇન્ટરવ્યૂ સમયે વિદ્યાર્થીએ સંસ્થામાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ.

કે. સી. મહિન્દ્રા એજ્યુકેશન ટ્રસ્ટ વર્ષ 1956થી વિવિધ ક્ષેત્રોમાં વિદેશમાં પોસ્ટ-ગ્રેજ્યુએશન કરવા ઇચ્છતાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને વ્યાજમુક્ત લોન સ્કોલરશિપ એનાયત કરે છે. વર્ષ 2020માં કુલ 1,246 એપ્લિકેશન મળી હતી અને કાળજીપૂર્વક મૂલ્યાંકન કર્યા પછી 90 ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યાં હતાં. તેમના ઇન્ટરવ્યૂ 9 સભ્યોની બનેલી પસંદગી સમિતિએ લીધી હતી.

અત્યારે ઘણા KCMET સ્કોલર્સ પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં ઉત્કૃષ્ટ સંશોધન અને શિક્ષણ આપવાની સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બેંકિંગ, વાણિજ્યિક અને નાણાકીય સંસ્થાઓ, બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કાર્યરત છે. તેઓ ગુણવત્તાયુક્ત હેલ્થકેર અને કાયદાકીય સેવાઓ પ્રદાન કરે છે. વળી તેઓ આઇટી, બાયોટેકનોલોજી, મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ વગેરે કમ્પ્યુટિંગ જેવા વિકસતા ઉદ્યોગમાં પ્રવેશ મેળવી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.