Western Times News

Gujarati News

એક પુલીયુ થોડું તોડી બંધ કરતા લીઝ સંચાલકોએ થોડે દૂર બીજું પુલીયુ બનાવી દીધું

બીજા બનાવેલા પુલિયા પર લીઝ સંચાલકો સરકારી જમીનમાંથી રાત્રે રાત્રે રેતી ખનન કરી વહન કરતા હોવાનો આક્ષેપ કર્યો છે!

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડિયા તાલુકાના ટોઠીદરા ગામે ગ્રામજનો અને લીઝ સંચાલકો વચ્ચેનો ઝઘડો દિવસે દિવસે વધુ વેગ પકડી રહ્યો છે. ઝઘડીયા મામલતદારથી લઈ કલેકટર અને વડાપ્રધાન કાર્યાલય દિલ્હી ખાતે ખેડૂત ગ્રામજનો દ્વારા ગેરકાયદેસર પુલીયુ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે જેથી સતત ઓવરલોડ, પાણી નીતરતી રેતીની ટ્રકો પસાર થતા તેમના ઉભેલા પાકને પણ નુકસાન થઇ રહ્યું હોવાની રજૂઆત કરી છે.

પરંતુ તેનું કઈ ખાસ પરિણામ ગ્રામજનોને મળ્યું નથી.વહીવટીતંત્ર દ્વારા ટોઠીદરા ગામની હદમાં નર્મદાના પ્રવાહને અવરોધી મોટા ભૂંગળા નાખી બનાવેલ પુલીયુ થોડું તોડવાનું મુહૂર્ત કર્યા બાદ આજ દિન સુધી તે પૂરીઓ યથાવત છે. હાલમાં તે પુલીયા પરથી કોઈ ટ્રક અવર-જવર કરતી નથી

પરંતુ લીઝ સંચાલકો પણ ટોઠીદરાના ગ્રામજનોની સામેની લડાઈમાં જવાબદારોની મીલીભગતથી બેકાબુ બન્યા છે અને ટોઠીદરા ગામના પુલીયા થી આશરે ૨૦૦ મીટર દૂર જેટલું જૂની તરસાલીની હદમાં બીજું પુલીયુ ગેરકાયદેસર રીતે રેતી વહન કરવા માટે બનાવ્યું છે.

ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે લીઝ સંચાલકો દિવસના રેતી વહન કરતા નથી પરંતુ પ્રતિબંધિત રાત્રિના સમયે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી વહન કરે છે. રેતી લીઝના નિયમ મુજબ સવારે ૬ થી સાંજે ૬ સમયગાળા દરમિયાન જ ઓનલાઇન રોયલ્ટી ઇસ્યુ થતી હોય છે ત્યારે ટોઠીદરા ગામની નજીક તરસાલી ગામની હદમાં નવું નવા પુલીયા પરથી રાત્રિના સમયે જે રેતી વહન થાય છે તે રોયલ્ટી ચોરી કરીને કરવામાં આવે છે!

તેવો પ્રશ્ન ગ્રામજનો ઉઠાવી રહ્યા છે.ટોઠીદરાના ગ્રામજનો લીઝ સંચાલકો વિરુદ્ધ આક્રમક બન્યા બાદ વહીવટી તંત્ર દ્વારા મને કમને થોડું પુલીયુ તોડી રેતી વહન જુના પુલીયા પરથી બંધ થયું છે ત્યારે તેનો લાભ ઉઠાવી જુના પુલીયાથી થોડે દૂર તરસાલી ની હદમાં બીજુ પુલીયુ તાત્કાલિક બનાવી રેતી વહન પ્રક્રિયા શરૂ કરી છે જેનાથી વહીવટી તંત્ર અજાણ નથી! તરસાલીના ગ્રામજનો નવા બનાવેલ પુલીયા નો વિરોધ કરતા નથી

કેમકે તરસાલી ગામની પંચાયતના જવાબદારોની પરિસ્થિતિ “વાડ જ ચિભડા ગળે તેવી છે.” ટોઠીદરા ગામના જુના પુલીયા પરથી રેતીની ટ્રકો પસાર થાય કે નવા બનાવેલા તરસાલી ના‌ પુલીયા પરથી વહન થાય. આખરે પુલીયા પસાર કરી ને ટ્રકો એ ટોઠીદરાના ખેતરો અને ગામના બાયપાસ રસ્તે થી જ કાઢી રહ્યા છે. આખરે નુકશાન તો ટોઠિદરા ના ખેડૂત ગ્રામજનો એજ વેઠવાનુ છે!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.