Western Times News

Gujarati News

સેવાલીયા: શાકભાજીના બાચકા નીચે સંતાડી રાખેલ દારૂના પીકપ ડાલા સાથે એક ઝડપાયો

આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતી હોય તે અનુસંધાને મહે.પોલીસ અધિક્ષક સાહેબશ્રી ખેડા નડીયાદ નાઓ તથા મહે, ના.પો. અધિ.સા.નડીયાદ -વિભાગ નાઓ તથા સર્કલ પો. ઈન્સ.સા, ડાકોર નાઓ તરફથી બહારના જીલ્લા/રાજ્યમાંથી પ્રવેશતા નાકા ઓ ઉપર ઊભા હતા.

ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી અટકાવ વા મળેલ સુચનાઓ અન્વયે આજરોજ અમો એમ. એસ.અસારી પોલીસ સબ ઇન્સ. સેવાલીયા પો.સ્ટે. તથા અહેકો નરેશભાઇ મનુભાઇ બ.નં.૯૪૫ તથા આપોકો અર્જુનસિંહ ફતેસિહ બ.નં.૧૮૧ તથા અ.પો. કો દિલીપસિંહ ગણપતસિહ બ.નં.૧૪૨૭ તથા ડ્રાઇવર પો.કો. વિજયભાઇ લક્ષ્મણભાઇ બ.નં.૨૨૪ એ રીતેના સેવાલીયા જુની ચેક પોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતા

દરમ્યાન પોકો અર્જુનસિંહ ફતેસિહ બ.નં.૧૮૧ નાઓને મળેલ બાતમી આધારે ગોધરા તરફથી આવતુ એક મહિન્દ્રા બોલેરો પીક ડાલુ નં.GJ-27-1-6140 માં શાકભાજીના બાચકા નીચે હિરાસિંગ લક્ષ્મણસિંગ પટવા (સરદારજી) ઉવ.૩૪ રહે. બાવળા, મ.નં.૧૦૩, પઢાર વાસ, કુમાર શાળાની પાછળ તા.બાવળા જી.અમદાવાદ નો પોતાના કજા ભોગવટા હેઠળના ડાલામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની ઓફિસર્સ ચોઇસ હિસ્કીની બોટલો નંગ-૪૮૦ કિ.રૂ.૧,૯૨,૦૦૦/- તથા ઓફિસર્સ | વિફરકીના કવાર્ટર્સ નંગ-૪૮૦ કિ.રૂ. ૪૮,૦૦૦/- તથા લંડન પ્રાઇડ પ્રીમીયમ વિહસ્કીના વોર્ટર્સ નંગ-૪૮૦ કિ.રૂ. ૪૮,૦૦૦/- તથા કિંગફીશર બિયરના ટીન નંગ-૯૬ કિ.રૂ.૯,૬૦૦/- તથા એક મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦/- તથા રોકડા રૂપિયા ૬૪૦/- તથા

ડ્રાઇવીંગ લાઇસન્સ કિ.રૂ.૦૦/૦૦ તથા બોલેરો પીકપ ડાલા નં. GJ 27-x-6140 ના કાગળોની ઝેરોક્ષ નકલો કિ.રૂ.૨૦૦૦ તથા મહિન્દ્રા બોલેરો પીક ડાલુ નં.GJ- 27-X-6140 ની કિ.રૂ. ૩,૨૫,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૬,૨૩,૭૪૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પ્રોહી એક્ટ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.