Western Times News

Gujarati News

ચીન તરફથી ૧૨ હજાર કરોડના FDI પ્રસ્તાવ આવ્યા

નવી દિલ્હી: ભારત-ચીન સરહદ પર પીપલ્સ લિબરેશન આર્મીના પાછળ હટવાથી સુધરી રહેલી સ્થિતિની વચ્ચે કેન્દ્રની મોદી સરકાર ચીનની કંપનીઓ તરફથી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના કેટલાક પ્રસ્તાવોને ટૂંક સમયમાં મંજૂરી આપી શકે છે.

કેન્દ્ર સરકારના કેટલાક અધિકારીઓએ કહ્યું છે કે ભારત આગામી થોડાક સપ્તાહમાં ચીનથી આવેલા કેટલાક રોકાણ પ્રસ્તાવોને મંજૂરી આપી શકે છે. નોંધનીય છે કે ભારત અને ચીનની વચ્ચે થયેલી સમજૂતી બાદ પીએલએએ પૂર્વ લદાખના પેન્ગોગ લેકના ઉત્તર કિનારા પર ફિંગર-૪ ક્ષેત્રને ઝડપથી ખાલી કરવાનું શરૂ કરી દીધું છે.

ભારતમાં એપ્રિલ ૨૦૨૦થી પડોશી દેશોની કંપનીઓ માટે સરકારની મંજૂરી બાદ જ કોઈ પણ ક્ષેત્રમાં રોકાણના નિયમ છે. આ ર્નિણય મુજબ ભારતમાં કોઈ પણ ક્ષેત્રમાં રોકાણ માટે ચીનના એફડીઆઈ પ્રસ્તાવોને પહેલા સરકારી મંજૂરી લેવી પડશે. હાલમાં ચીનથી આવેલા લગભગ ૧૨ હજાર કરોડ રૂપિયાના રોકાણ પ્રસ્તાવ સરકારની મંજૂરીની રાહ જાેઈ રહ્યા છે.

ડિસેમ્બર ૨૦૨૦માં પોતાના એક રિપોર્ટમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકારને એપ્રિલથી અત્યાર સુધી ચીનથી લગભગ ૧૨ હજાર કરોડ રૂપિયાના ૧૨૦થી વધુ પ્રત્યક્ષ વિદેશી રોકાણના પ્રસ્તાવ મળ્યા છે. આ પ્રસ્તાવ જૂન રોકાણમાં વધારા સાથે જાેડાયેલા છે.

પેટીએમ, ઝોમેટો, ઉડાન જેવા દેશના મોટા સ્ટાર્ટઅપ્સમાં ચીની રોકાણકારોએ ખૂબ નાણા રોક્યા છે. તેઓ ફ્રેશ ફંડની રાહ જાેઇ રહ્યા છે, પરંતુ સરકારની મંજૂરી વગર તે શક્ય નથી. મંજૂરીની રાહ જાેઈ રહેલા રોકાણના પ્રસ્તાવોમાં ટેલિકોમ, ઇલેક્ટ્રોનિક અને ફાઇનાન્સ સેક્ટર માટે છે. ચીને આ મુદ્દાને ડબલ્યુટીઓની સામે પણ ઉઠાવ્યો હતો.

નોંધનીય છે કે, પૂર્વ લદાખમાં ચીન અને ભારતની વચ્ચે ગતિરોધ બાદ મોદી સરકારે એપ્રિલ ૨૦૨૦માં કોરોના મહામારીની વચ્ચે તકનો ફાયદો ઉઠાવતા ચીનની કંપનીઓ પર લગામ કસવા માટે આ ર્નિણય લીધો હતો. એપ્રિલમાં ડીપીઆઈઆઈટીએ કહ્યું હતું કે ભારતની સરહદો જાેડાયેલા કોઈ પણ દેશની કંપની કે વ્યક્તિને ભારતમાં કોઈ પણ ક્ષેત્રમાં રોકાણ કરતાં પહેલા સરકારની મંજૂરી લેવી પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.