Western Times News

Gujarati News

વોરની એકશન ડિઝાઇન તૈયાર કરતા એક વર્ષ લાગ્યુ!

હૃતિક રોશન અને ટાઇગર શ્રોફની એકશનથી ભરપૂર ‘વોર’ (WAR) જેવી અસાધારણ ફિલ્મને જોવાની દર્શકોની ઉત્સુકતાને જોતા ચાલુ વર્ષે રિલીઝ થનારી સૌથી મોટી બોલિવુડની ફિલ્મ બની રહેશે. ભારતીય સિનેમા જગતના સૌથી મોટા બે એકશન સુપરસ્ટાર હૃતિક અને ટાઇગર એકબીજા સાથે નિર્દયી રીતે અને નિષ્ઠુર રીતે લડતા બતાવતી આ ફિલ્મ ચોક્કસપણે દર્શકોને કોણ છેલ્લે રહે છે તે જોવા માટે પોતાની બેઠક સાથ ઝકડી રાખશે. વાયઆરએફે સુંદર એકશન કોરિયોગ્રાફી આપી છે જે દર્શકો તાજેતરમાં જ વાયરલ થયેલા ટીઝરમાં જોશે અને રાષ્ટ્રની સૌથી મોટી વાતનું કેન્દ્ર બની જશે. ફિલ્મ વોર 2 ઓક્ટોબર, ગાંધી જયંતિના રોજ રિલીઝ થશે.

સિદ્ધાર્થે એ સમાચારને એમ કહેતા સમર્થન આપ્યું હતું કે, “એ વાત સાચી છે કે કારણ કે મને નથી લાગતુ કે ભારતમાં કોઇ એકશન શ્રેણીની ડિઝાઇન તૈયાર કરવામાં એક વર્ષનો સમય લાગ્યો હોય. અમારે ભારતના દર્શકો માટે અવિરત એકશન બતાવતી અસાધારણ ફિલ્મ, ભવ્ય એકશનનું સર્જન કરવું હતું અને તેના માટે આ શ્રેણીની રચના કરવા માટે અમારે દરેકને એક વર્ષની જરૂર હતી. અમારી પાસે વિશ્વના અલગ અલગ ભાગમાં રહેતા અને કામ કરતા ચાર એકશન નિર્દેશકો હતા અને વોરને કેવી રીતે સૌથી મોટી અને એકશન ફિલ્મ બનાવવી તેના માટે તેમને હળવા-મળવાનું આવશ્યક હતું. આવી એકશન ક્યારેય જોઇ નથી તેવી દર્શકો પ્રતીતી કરે તેવું અને ભારતીય ફિલ્મ પણ મોટા બજેટવાળી હોલિવુડની ફિલ્મો જ બતાવે છે તેવુ બતાવી શકે છે તેવી પ્રતીતી કરે તેવું અમે ઇચ્છતા હતા.”

વિશ્વના નિર્દેશકોમાંના ચાર ટોચના નિર્દેશકો એક પાઉલ જેન્નીંગ્સ (ધી ડાર્ક નાઇટ, સાન એન્ડ્રીયાઝ, જેક રિચર અને ગેઇમ ઓફ થ્રોન્સ), ફ્રાંઝ સ્પીલહૌસ (સેઇફ હાઉસ, આઇ ઇન ધ સ્કાય, ડેથ રેસ), સી યંગ ઓહ (એજન ઓફ અલ્ટ્રોન, સ્નોપિયર્સર) અને પરવેઝ શેખ (ટાઇગર ઝિંદા હૈ, કેસરી, મેરી કોમ) – અલગ પ્રકારની ભવ્યતાનુ સર્જન કરવા માટે જાણીતા આ ચારેય નિષ્ણાતો શ્વાસ રોકી દે તેવા, અને અગાઉ ક્યારેય જોયા ન હોય તેવા એકશન સ્ટંટની ડિઝાઇન કરવા માટે એકઠા થયા છે. હૃતિક અને ટાઇગર એકબીજા સાથે જમીન, આકાશ, મહાસાગર અને હવામાં પણ એકબીજા સાથે લડતા જોવા મળે છે! નિર્દશક સિદ્ધાર્થ આનંદે ભારતમાં ક્યારેય પણ સર્જન ન થઇ હોય તેવી આ ફિલ્મને સૌથી મોટી એકશન ફિલ્મ બનાવવા માટે કોઇ કચાશ છોડી નથી અને તેને બનાવતા અને દરેક એકશન શ્રેણીનું આયોજન કરવા માટે આશરે એકાદ વર્ષનો સમય લાગ્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે, “હકીકતમાં, સૌથી મોટી હોલિવુડની એકશન ફિલ્મમાં વધુમાં વધુ 4 એકશન શ્રેણીઓ હોય છે, જ્યારે અમે આ ફિલ્મમાં 7 એકશન સેટ પીસ ધરાવીએ છીએ! આ ફિલ્મમાં અમારી પાસે સૌથી મોટા બે એકશન સુપરસ્ટાર્સ છે અને અમે દર્શકોની આશાઓને પરિપૂર્ણ કરવા અને અત્યાર સુધીની સૌથી વિશાળ ફિલ્મનું સર્જન કરવા માગીએ છીએ. આ ટીઝરને મળેલો પ્રતિસાદે અમારા પ્રયત્નને વધાવ્યો છે અને અમને આશા છે કે દર્શકો આ ફિલ્મને વધુ પ્રેમ આપશે.”

ચાલુ વર્ષનું એકશનથી ભરપૂર મનોરંજન હૃતિક અને ટાઇગર બન્નેને મૃત્યુ નિમંત્રતા એકશન સ્ટંટ કરવા માટે પોતાના શરીરને ખેંચતા જોઇ શકશો. તો 7 દેશોમાં અને વિશ્વના 15 શહેરોમાં એકબીજા સાથે નિર્દયતાપૂર્વક લડતા જોવા મળશે! યશ રાજ ફિલ્મસ દ્વારા નિર્મિત, હાઇ-ઓક્ટેન (ભારે ઉત્સુકતા સર્જનારી) ફિલ્મમાં હૃતિક રોશનની સામે વાણી કપૂર અભિનય કરી રહી છે અને તે 2 ઓક્ટોબર, ગાંધી જયંતિના રોજ રિલીઝ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.