Western Times News

Gujarati News

દાંતીવાડા કૃષિ યુનિ.ના દિક્ષાંત સમારોહમાં પ૧ર વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત

રાજયપાલે વિદ્યાર્થીઓને શિક્ષણનો ઉપયોગ દેશને આત્મનિર્ભર બનાવવા માટે ઉપયોગ કરવાની શિખ આપી
પાલનપુર, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનો ૧૬મો દિક્ષાંત સમાોરહ યોજાયો હતો. રર ગોલ્ડ મેડલ સહિત પ૧ર વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા મુકામે કૃષિ યુનિવર્સિટીનો ૧૬મો દિક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમાં વિવિધ ફેકલ્ટીમાં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરનારા રર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા ગ્રેજયુએશન, પોસ્ટ ગ્રેજયુએશન અને ડોકટરેટ કક્ષાના કુલ-પ૧ર વિદ્યાર્થીઓને કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. આર.એમ.ચૌહાણ તથા આઈ.સી.એ.આર. નવી દિલ્હીના ડેપ્યુટી ડાયરેકટર જનરલ ડો. એ.કે. સિંઘના હસ્તે ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

આ પ્રસંગે પદવી મેળવનાર વિદ્યાર્થીઓને રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ વિડીયો સંદેશના માધ્યમથી ઉજજવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓએ પદવી મેળવી સફળતા પ્રાપ્ત કરી છે તેઓ પોતાના જ્ઞાન અને કૌશયનો ઉપયોગ રાષ્ટ્ર સેવામાં કરે. તેમણે કહ્યું કે, સમાજના લોકો અને ખેડૂતો તમારી પ્રતિક્ષા કરી રહ્યા છે ત્યારે તેમના જીવનમાં બદલાવ લાવવા સહભાગી બનીએ.

આઈ.સી.એ.આર. નવી દિલ્હીના ડેપ્યુટી ડાયરેકટર જનરલ ડો. એ.કે. સિંઘે દિક્ષાંત પ્રવચન કરતા જણાવ્યું કે, મને ખાતરી છે કે આ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલ મૂલ્યો તમને સારી સ્થિતિમાં ઉભા કરી શકશે.

ડો. એ.કે. સિંઘે જણાવ્યું કે, ગુજરાત રાજયમાં બાગાયતી પાક અને તેના ઉત્પાદનમાં સતત વધારો થઈ રહ્યો છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.આર.એમ. ચૌહાણે સ્વાગત પ્રવચનમાં વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી.

કુલપતિના હસ્તે યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં ફેકલ્ટી ઓફ વેટરનરી સાયન્સવ એન્ડો. એનિમલ હસબન્ડિરીની વિદ્યાર્થીની શ્વેતા પ્રદીપભાઈ ખત્રીને ૭ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. ફેકલ્ટી ઓફ એગ્રીકલ્ચરના વિદ્યાર્થીની પૃથ્વી મહેન્દ્રપુરી ગોસ્વામીને ૬ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતાં.

આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો. કે.કે. પટેલે આભારવિધિ કરી હતી. દિક્ષાંત સમારોહમાં કૃષિ યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ ફેકલ્ટીના ડીન, પ્રોફેસરો, અધિકારીઓ તથા ડીગ્રી મેળવનાર વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.