Western Times News

Gujarati News

જાંબુઘોડા અભયારણ્યમાં બે દિવસ માટે યોજાયું સફાઈ અભિયાન

વન્યજીવ વર્તુળ વિભાગ વડોદરા તથા જાંબુઘોડા વન વિભાગ દ્વારા તારીખઃ૨૬/૦૨ અને ૨૭/૦૨/૨૦૨૧ ના રોજ જાંબુઘોડા અભયારણ્ય માં સફાઈ અભિયાન વડોદરા જિલ્લાના નાયબ વનસંરક્ષક બળદેવસિંહ વાઘેલા ના માર્ગદર્શનમાં યોજાયું. જેમાં નિવૃત નાયબ વનસંરક્ષક હેમંત સુથારે આ અભિયાન ને વેગ આપ્યો હતો,

આ અભિયાન માટે વિશાલ ઠાકુર અને પ્રશાંતભાઈ એ ખુબ ભારે જહેમત ઉઠાવી હતી, આ અભિયાનમાં વિવિધ જિલ્લાઓના બિન સરકારી સંગઠન ના પ્રતિનિધિઓ આવ્યા હતા જેમાં ૭૦ જેટલા સ્વયંસેવકો એ ભાગ લીધો હતો, બે દિવસ માં ૭૦૦ કિલો વેસ્ટ પ્લાસ્ટિક ભેગું કરવામાં આવ્યું હતું, જેને રિસાયકલ કરી સદુપયોગ કરવામાં આવશે,

આ અભિયાનમાં પહેલાં દિવસે ટીમો બનાવીને જંગલના વિવિધ એરિયાઓ ને પ્લાસ્ટિક મુક્ત કર્યા હતાં બીજા દિવસે શનિવાર ના રોજ ઝંડ હનુમાન ના દર્શનર્થીઓની સંખ્યા વધુ આવતી હોઇ ત્યાં અવરનેશ કેમ્પિંગ ચલાવવામાં આવ્યું હતું જેમાં નુક્કડ નાટક, શ્લોગન, રેલી, બી એરિયાની સફાઈ જેવી પ્રવૃત્તિ દ્વારા લોકોમાં જાગૃતતા લાવવા આ અભિયાન ચલાવવામાં આવ્યું.

જેનો ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો અને ભારતને પ્લાસ્ટિક મુક્ત કરવા સપથ લેવડાવવામાં આવ્યાં હતાં. આ અભિયાનમાં જાેડાયેલ સ્વયંમ સેવકો ને પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવ્યાં હતાં. આ અભિયાનને સફળ બનાવવા માટે કિશોરસિંહ પઢીયાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.