Western Times News

Gujarati News

દાદા રાજ કપૂરે કરીનાનું નામ કંઈક અલગ રાખ્યું હતું

મુંબઇ: કરીના કપૂર અને સૈફ અલી ખાન તાજેતરમાં જ તેમના બીજા પુત્રના માતા-પિતા બન્યા છે. કરીના કપૂરના પહેલા દીકરા તૈમૂરના નામને લઇને ઘણા વિવાદ થયા હતા. જાેકે, ઘણા વિવાદ પછી પણ સૈફ અને કરીનાએ તેમના પુત્રનું નામ બદલ્યું નહોતું. હવે એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે કરીના અને સૈફ તેમના બીજા પુત્રનું નામ શું રાખશે.

એક રસપ્રદ વાત એ છે કે ખુબ થોડા લોકો જાણે છે કે બાળપણમાં ખુદ કરીનાનું નામ પણ બદલવામાં આવ્યું હતું. કરીના કપૂરનું નામ અગાઉ સિદ્ધિમા રાખવામાં આવ્યું હતું. ચોંકી ગયાને? તે સાચું છે કે કરીના કપૂરનું નામ અગાઉ તેમના દાદા રાજ કપૂર દ્વારા સિદ્ધિમા રાખવામાં આવ્યું હતું જ્યારે તેનું ઉપનામ બેબોનું તેના પિતા રણધીર કપૂરે રાખ્યું હતું.

કરીનાનો જન્મ ૨૧ સપ્ટેમ્બર ૧૯૮૦ ના રોજ ગણપતિ પૂજાના તહેવાર દરમિયાન થયો હતો. ઋષિ અને નીતુ કપૂરની પુત્રી એટલે કે કરીનાની કઝીન રિદ્ધિમાનો જન્મ તેના ૬ દિવસ પહેલા ૧૫ સપ્ટેમ્બરના રોજ થયો હતો. તે દરમિયાન અનેક સમાચારોમાં દાવો કરવામાં આવ્યો હતો કે રાજ કપૂરે રિદ્ધિ અને સિદ્ધિની જેમ તેમની બે પૌત્રીના નામ રિદ્ધિમા અને સિદ્ધિમા રાખ્યું હતું.

રિદ્ધિ અને સિદ્ધિ ભગવાન ગણેશની પત્નીઓના નામ છે. જાે કે નીતૂ કપૂરને રિદ્ધિમા નામ ગમ્યું પણ બબીતાને તેની પુત્રીનું નામ સિદ્ધિમા પસંદ નહોતું. એવું કહેવામાં આવે છે કે બબીતા તે દરમિયાન લીઓ ટોલ્ટોયની બુક એના કરીના વાંચી રહ્યા હતા અને આ પુસ્તકથી પ્રભાવિત થઈને તેમણે સિદ્ધિમાથી તેની નાની પુત્રીનું નામ કરીના કપૂર રાખ્યું હતું. જાેકે કરીનાનું હુલામણું નામ બેબો જ રહ્યું, જે તેના પિતા રણધીર કપૂરે તેની મોટી પુત્રી કરિશ્માના ઉપનામ લોલો સાથે રાઈમ કરવા માટે રાખ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.