Western Times News

Gujarati News

આઈશા કેસમાં આરોપી પતિની રાજસ્થાનથી ધરપકડ

અમદાવાદ: અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં રહેતી પરિણીતા આઈશા મકરાણીને આપઘાત માટે મજબૂર કરનાર પતિ આરીફ ખાનની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અમદાવાદ પોલીસ બે દિવસથી રાજસ્થાનમાં આરિફની શોધખોળ કરી રહી હતી. સોમવારે મોડી રાત્રે પાલીમાં એક સંબંધીના લગ્નપ્રંસગમાંથી આરીફને ઝડપી લેવાયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી આરીફ ખાનની ધરપકડ કરી પોલીસ અમદાવાદ આવવા રવાના થઈ છે.

આજે પૂછપરછ દરમિયાન વધુ ઘટસ્ફોટો થાય તેવી શક્યતા છે. બીજી તરફ આઈશાના પિતાએ લિયાકતઅલી મકરાણીએ પણ આરીફ સામે ગંભીર આક્ષેપો કર્યા છે કે, આરીફને અન્ય યુવતીઓ સાથે આડા સંબંધ હતા અને તેની વારંવાર પૈસાની માગણીઓને કારણે મનમાં લાગી આવતા આઈશાને મિસકેરેજ પણ થઈ ગયું હતું. તેમણે એમ પણ કહ્યું હતું, કોઈ મને રૂમ ભરીને રૂપિયા આપે તો પણ હું મારી દીકરીના હત્યારાને માફ નહીં કરું.

આઈશાના પરિવારજનો હવે ન્યાયની માંગ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, આપઘાત કરતા પહેલા આઈશાએ એક વિડીયો બનાવીને તેના પતિને મોકલ્યો હતો. જે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગણતરીના દિવસોમાં જ ૨૦ હજારથી વધુ લોકોએ અરીફના સોશિયલ મીડિયા એકાઉન્ટપર ગાળો ભાંડી છે અને આઈશાને ન્યાય મળે તેવી માંગ સાથે આરોપીને ફાંસી આપવાની પણ માંગ ઉઠી છે. આઈશાએ તેના અંતિમ વિડીયોમાં પતિને ભલે માફી આપી હોય, પરંતુ તેના પિતા લિયાકતઅલી મકરાણી તેને માફ કરવા તૈયાર નથી. આઈશાના પિતાએ કહ્યું કે ‘મને કોઈ રૂમ ભરીને રૂપિયા આપે તોપણ હું મારી દીકરીના હત્યારાને માફ નહિ કરું. તેણે મારી દીકરીને આત્મહત્યા માટે મજબૂર કરી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.