Western Times News

Gujarati News

શુભમન ગિલ માટે ૪ માર્ચથી શરૂ થનાર મૅચમાં સારુ પ્રદર્શન કરવાની છેલ્લી તક

નવીદિલ્હી: પહેલી ત્રણ ટેસ્ટ ઇનીંગમાં માત્ર એક જ અર્ધ શતક લગાવી શક્યા છે. બીજી તરફ મયંક અગ્રવાલનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ચાર મૅચની સિરીઝમાં ભારત ૨-૧થી આગળ છે. મોટેરામાં થનારી ચોથી ટેસ્ટ ટીમ ભારત માટે મહત્વપૂર્ણ છે. ટીમ ઇન્ડીયાએ વર્લ્‌ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઇનલમાં પહોંચવા માટે આ મૅચ ડ્રો કરવાની જરૂર છે. ન્યુઝીલેન્ડની ટીમ પહેલા જ ફાઇનલમાં જગ્યા બનાવી ચૂકી છે.

ઘરેલૂ સિરીઝમાં ગિલે સારી શરૂઆત કરી છે. ચેન્નઇમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં તેણે ૨૯ રન બનાવ્યા હતા. બીજી ઇનીંગમાં ૫૦ રન અને કેપ્ટન કોહલીએ તેની પ્રશંસા પણ કરી હતી. ચેન્નઇમાં રમાયેલી ટેસ્ટમાં તે ૦ અને ૧૪ રન જ બનાવી શક્યો હતો. મોટેરામાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ગિલ એક વાર ફરી ફ્લોપ રહ્યો હતો. પહેલી ઇનીંગમાં આર્ચરની શોર્ટ બોલ પર તે આઉટ થઇ ગયો હતો.

મયંકને ઓસ્ટ્રેલિયામાં પહેલી બે ટેસ્ટમાં ઓપનિંગની તક મળી હતી પરંતુ તે ફેલ રહ્યો હતો. ચાર ઇનીંગમાં તે ૧૭,૯,૦,૫ રન જ બનાવી શક્યો. ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા હતા જેના કારણે ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી મેચમાં પણ તે ઉતર્યો હતો પરંતુ તેને ૫મા નંબર પર તક મળી હતી.

તેણે આ ટેસ્ટમાં ૩૮ અને ૯ રનની ઇનીંગ જ રમી શક્યો. ટેસ્ટની છેલ્લી ૮ ઇનીંગમાં એક પણ અર્ધશતક ન લગાવી શક્યો અને ૩૮ રન તેના સૌથી વધારે રન રહ્યાં હતા. જાે કે મયંકનુ ઘરેલૂ પ્રદર્શન સારુ રહ્યું છે. તેણે ૫ ટેસ્ટની ૬ ઇનીંગમાં લગભગ ૧૦૦ની ઓસતછી ૫૯૭ રન બનાવ્યા જેમાં ૩ સેન્ચ્યુરી પણ સામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.