Western Times News

Gujarati News

કોહલી સાથે ખૂબ સરસ મિત્રતા છે : ગ્લેન મેક્સવેલ

મુંબઇ: આઈપીએલનાં ૧૪માં સિઝનમાં વિરાટ કોહલીની આગેવાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગ્લેન મેક્સવેલને હરાજીમાં ૧૪.૨૫ કરોડ રુપિયામાં ખરીદ્યો છે. આઈપીએલ ૨૦૨૦માં પંજાબની ટીમમાં ખરાબ પ્રદર્શનને લીધે તેને ટીમમાંથી રિલીઝ કરી દેવામાં આવ્યો હતો. પણ હવે આ પ્લેયર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમશે. વિરાટ કોહલી આગામી સિઝનમાં ગ્લેન મેક્સવેલનો પણ કેપ્ટન રહેશે.

આઈપીએલની આગામી સિઝન પહેલા ઓસ્ટ્રેલિયાનાં આ પ્લેયરે મોટો ખુલાસો કર્યો છે. ગ્લેન મેક્સવેલે જણાવ્યું કે, તેની કોહલી સાથે ખૂબ સરસ મિત્રતા છે અને જ્યારે તે ૨૦૧૯માં માનસિક કારણોને લીધે ક્રિકેટમાંથી વિશ્રામ પર હતો ત્યારે ભારતીય સ્ટાર પ્લેયર વિરાટ કોહલી

તેનાં સમર્થનમાં આવ્યો હતો. મેક્સવેલે કહ્યુ કે, તેણે મારુ ખુલીને સમર્થન કર્યું હતું. એક રીતે તે મારી બધી બાબતને સમજી ગયો હતો અને તે સમજી ગયો હતો કે હું કેવી પરિસ્થિતમાંથી પસાર થઈ રહ્યો હતો. ગ્લેન મેક્સવેલ આઈપીએલમાં વિરાટ કોહલી પાસેથી શીખ લેવા અને સાથે રમવા માટે આતુર અને ઉત્સાહિત જાેવા મળી રહ્યો છે. તેણે કહ્યું કે, કોહલી ટેસ્ટથી લઈને ટી-૨૦ સુધીનાં દરેક ક્ષેત્રોમાં છવાયેલો છે અને છેલ્લા ઘણાં સમયથી તે ક્રિકેટનાં શિખર પર છે. તે પરિસ્થિતિનાં અનુરુપ રહીને ગેમમાં ઢળાઈ જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.