Western Times News

Gujarati News

છેલ્લા ૪ દિવસમાં જ સોનાના ભાવ ૧૧૦૦ રુપિયા તૂટી ગયા

નવી દિલ્હી: અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસથી સોનાની ચમક ઓછી થઈ રહી છે જાેકે તેનાથી સોની બજારની રોનક ફરી આવી રહી છે. સોનાના ભાવમાં ઘટાડો થતા અમદાવાદ સહિતનના તમામ શહેરોમાં સોનાની ખરીદદારીમાં વધારો જાેવા મળી રહ્યો છે. શહેરમાં સતત ચોથા દિવસે સોનાના ભાવમાં ઘટાડા સાથે મંગળવારે ૧૦ ગ્રામ સોનાનો ભાવ રુ. ૪૭,૨૦૦ પહોંચી ગયો હતો. જે શુક્રવારના રુ. ૪૮,૩૦૦થી ૧૧૦૦ રુપિયા ઓછી છે.

નિષ્ણાંતો મુજબ રુપિયો વધતા અને શેર માર્કેટમાં જેમ જે ઊંચા વળતર મળે છે તેમ તેમ પીળી ધાતુ સોનાના ભાવમાં ગાબડું પડ્યું છે. એકલા અમદાવાદની સોની બજારની વાત કરીએ તો ૧ ફેબ્રુઆરીથી સોનાની કિંમતોમાં ૬.૯ ટકાનો ઘટાડો આવ્યો છે. પહેલી ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં સોનાના ભાવ પ્રતિ ૧૦ ગ્રામ રુ. ૫૦,૭૦૦ હતા જે હવે ઘટીને ૪૭,૨૦૦ થઈ ગયા છે. જાે આંતરાષ્ટ્રીય માર્કેટમાં સોનાના ભાવની આ વધઘટની તુલના કરવામાં આવે તો પહેલી ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં એક ઔંશ સોનાનો ભાવ ડોલર ૧૮૬૪ હતો જે મંગળવારે ૨ માર્ચ સુધીમાં ઘટીને પ્રતિ ઔંશ ડોલર ૧૭૦૭ થઈ ગયો છે.

વર્ષ ૨૦૨૧ દરમિયાન સોનાના ભાવને લઈને કેર રેટિંગ એજન્સી રિપોર્ટમાં જણાવ્યા મુજબ ‘વ્યાજ દરોમાં વધારો અને માર્કેટમાં ઓછી તરલતાના કારણે ફેબ્રુઆરી ૨૦૨૧માં આંતરરાષ્ટ્રિય માર્કેટમાં સોનાના ભાવ પર દબાણ આવ્યું હતું. તો બીજી તરફ એકથી વધુ દેશોમાં કોરોના વેક્સીનના રસીકરણ કાર્યક્રમો શરું થતા દુનિયામાં વધુ ઝડપથી આર્થિક રિકવરીની આશા જાગી છે. જેના કારણે સોનાના વધતા ભાવ પર બ્રેક લાકી છે.

તો બીજી તરફ સોનાના ભાવમાં ઘટાડો થતા જ્વેલર્સને પણ નવી ખરીદદારી અને ગ્રાહકોની આશા જાગી છે. મહત્વનું છેકે છેલ્લા ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદની સોની બજારમાં ખરીદી વધી છે. એક તરફ લગ્ન સીઝન અને બીજી તરફ રસીકરણ કાર્યક્રમ શરું થયા પછી કોરોનાના ડરમાં ઘટાડો અને સરકાર દ્વારા ૨૦૦થી વધુ લોકોને એકઠા થવાની મંજૂરી મળી છે. તેવામાં સોનાના ઘટતા ભાવથી ધૂમ ખરીદી થઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.