Western Times News

Gujarati News

મહારાષ્ટ્રઃ કોરોના વેક્સીનનો બીજાે ડોઝ લીધાના થોડીવારમાં જ વ્યક્તિનું મોત

મુંબઈ: મહારાષ્ટ્રમાં વેક્સીન લીધાના થોડા સમય બાદ મોતનો મામલો સામે આવ્યો છે. મંગળવારે રાજ્યમાં કોવિડ-૧૯ વેક્સીનનો બીજાે ડોઝ લીધાના થોડા સમય બાદ એક વ્યક્તિનું મોત થઈ ગયું. સ્વાસ્ય્મકર્મી તરીકે કાર્યરત વ્યક્તિએ પહેલો ડોઝ ૨૮ જાન્યુઆરીએ લીધો હતો. હાલ ડૉક્ટરોનું કહેવું છે કે મોતનું અસલી કારણ હજુ જાણી શકાયું નથી. તેઓએ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ સ્થિતિ સ્પષ્ટ થવાની શક્યતા વ્યક્ત કરી છે.

ભિવંડીના રહેવાસી સુખદેવ કિરદત વેક્સીનનો બીજાે ડોઝ લીધા બાદ ઓબ્ઝર્વેશન રૂમમાં લગભગ ૧૫ મિનિટ સુધી બેભાન રહ્યા. ત્યારબાદ તેમને નજીકમાં આવેલી ઈન્દિરા ગાંધી મેમોરિયલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમણે છેલ્લા શ્વાસ લીધા. બે બાળકોના પિતા કિરદત આંખોના એક ડૉક્ટર માટે ડ્રાઇવર તરીકે કામ કરતા હતા. તેઓએ ૨૮ જાન્યુઆરીએ પહેલો ડોઝ લીધો હતો.

હૉસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટર ખરાતે જણાવ્યું કે, સુખદેવ કિરદતે એક મહિના પહેલા કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો અને ત્યારે કોઈ તકલીફ નહોતી થઈ. ડોઝ આપતા પહેલા તેમનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું કે, અમને જાણવા મળ્યું કે તેમને ઘણા વર્ષોથી બ્લડ પ્રેશરની તકલીફ હતી. તેમના પંજામાં સોજાના લક્ષણ જાેવા મળી રહ્યા હતા. હૉસ્પિટલમાં તેમનું બીપી સામાન્ય હતું અને ઓક્સિજન પણ સામાન્ય હતું. તેઓએ વધુમાં જણાવ્યું કે, એ કહેવું મુશ્કેલ છે કે કયા કારણે તેમનું મોત થયું છે. તેના માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

દેશભરમાં ચાલી રહેલા વેક્સીનેશનના બીજા ચરણમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના અને ગંભીર બીમારીથી પીડાતા ૪૫ વર્ષથી વધુની ઉંમરના લોકોને વેક્સીન આપવામાં આવી રહી છે. પહેલા ચરણમાં સ્વાસ્થ્યકર્મીઓને વેક્સીન આપવામાં આવી હતી. મંગળવારે મહારાષ્ટ્રમાં ૩૩ હજાર ૪૪ લોકોને વેક્સીન આપવામાં આવી. સોમવારની તુલનામાં મંગળવારે વેક્સીન લેવા પહોંચેલા લોકોની સંખ્યા વધી. કોરોના વાયરસની મહામારીથી મહારાષ્ટ્ર ગંભીર રીતે પ્રભાવિત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.