Western Times News

Gujarati News

દેશમાં ૨૪ કલાકમાં ૧૪૯૮૯ લોકો કોરોના વાયરસથી સંક્રમિત

નવીદિલ્હી: ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જાેવા મળી રહ્યો છે. ૨૨ રાજ્યોના ૧૪૦ જિલ્લામાં કોરોનાનો ગ્રાફ ઉપર ચડી રહ્યો છે. સૌથી વધુ મહારાષ્ટ્રના તમામ ૩૬ જિલ્લા પ્રભાવિત છે. આ ઉપરાંત કેરળના ૯, તમિલનાડના ૭, પંજાબ અને ગુજરાતના ૬-૬ જિલ્લા તેમાં સામેલ છે.

દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૫૬,૨૦,૭૪૯ લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૪,૯૮૯ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૯૮ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૧૧,૩૯,૫૧૬ થઈ ગઈ છે.

નોંધનીય છે કે, કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૮ લાખ ૧૨ હજાર ૪૪ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૧૩,૧૨૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૧,૭૦,૧૨૬ એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૧,૫૭,૩૪૬ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.વિશેષમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧ માર્ચ સુધીમાં ભારતમાં કુલ ૨૧,૭૬,૧૮,૦૫૭ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના ૨૪ કલાકમાં ૭,૫૯,૨૮૩ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતની વાત કરીએ તો, અમદાવાદ અને સુરત સહિતના મહાનગરોમાં કોરોના કેસ વધ્યા છે તો સાથે સાથે રાજ્યમાં વેક્સિનેશનનો કાર્યક્રમ પણ પુરજાેશમાં શરૂ છે. રાજ્યમાં કોરોના વાયરસના ૪૫૪ નવા કેસ નોંધાયા છે જ્યારે કુલ ૫૬,૪૮૯ વ્યક્તિઓ જે કો-મોર્બીડ છે અથવા તો ૪૫-૬૦ વર્ષના છે તેમને કોરોનાની રસી આપવામાં આવી છે.અમદાવાદમાં ૧૧૪, સુરતમાં ૮૭, વડોદરામાં ૮૬, રાજકોટમાં ૫૨, આણંદમાં ૧૧, સાબરકાંઠામાં ૧૦, ભાવનગરમાં ૯, ખેડા, કચ્છમાં ૯-૯, ભરૂચમાં ૮, રાજકોટમાં ૭, જૂનાગઢમાં ૧૦, મહેસાણામાં ૬, અમરેલીમાં ૫, ગાંધીનગરમાં ૯, દાહોદમાં ૪, મહીસાગર, પંચમહાલમાં ૪-૪, ગીરસોમનાથમાં ૩, બનાસકાંઠા, જામનગર, વલસાડમાં ૨-૨, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, મોરબી અને પાટણમાં ૧-૧ કેસ મળીને કુલ ૪૫૪ કેસ નોંધાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.