Western Times News

Gujarati News

નાણાંમંત્રીએ રાજ્યનું ૨૦૨૧-૨૨નું બજેટ રજૂ કર્યું

ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટુ રૂ.૨.૨૭ લાખ કરોડનું બજેટ

અમદાવાદ-મહેસાણા હાઈવેને સિક્સ લેન બનાવવા, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં પણ મેટ્રો દોડાવવા માટે સરકારનું આયોજન

ગાંધીનગર, નાયબ મુખ્યમંત્રી તેમજ રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે આજે રાજ્યનું ૨૦૨૧-૨૨નું બજેટ રજૂ કરી દીધું છે. આ બજેટનું કદ ૨,૨૭,૦૨૯ કરોડ રુપિયાનું છે. ગુજરાતના અત્યારસુધીના સૌથી મોટા બજેટમાં આરોગ્ય, શિક્ષણ તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

પોતાની બજેટ સ્પીચમાં નીતિન પટેલે આગામી પાંચ વર્ષમાં બે લાખ લોકોને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત, અમદાવાદ-મહેસાણા હાઈવેને સિક્સ લેન બનાવવાની તેમજ અમદાવાદ-ગાંધીનગર અને સુરત સિવાય વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં પણ મેટ્રો દોડાવવા માટે આયોજન કરાયું છે.

૫૮૭.૮૮ કરોડ રુપિયાન પુરાંત દર્શાવતા આ બજેટમામં મહેસૂલી આવક ૧,૬૭,૯૬૯.૪૦ કરોડ, મહેસૂલી ખર્ચ ૧,૬૬,૭૬૦.૮૦ કરોડ અંદાજવામાં આવ્યા છે. જ્યારે મહેસૂલી હિસાબ પર પુરાંત ૧૨૦૮.૬૦ કરોડ, મૂડીની આવક ૫૦૭૫૧ કરોડ, લોન અને પેશગીઓ વગેરે સહિત મૂડી ખર્ચ ૫૬,૫૭૧.૭૨ કરોડ, મૂડી હિસાબ પર ખાધ (માઈનસ) ૫૮૨૦.૭૨ કરોડ અંદાજવામાં આવ્યા છે. કોરોનાને કારણે સરકારે આ બજેટમાં કોઈ નવા કરવેરા નથી નાખ્યા અને પ્રવર્તમાન વેરામાં કોઈ પ્રકારનો વધારો પણ નથી કર્યો.

ગૃહ વિભાગમાં વિવિધ સંવર્ગની ૩૦૨૦ નવી જગ્યા ઉભી કરાશે. ૪૧ શહેરોમાં ૬૦૦૦થી વધુ સીસીટીવી કેમેરા લગાડાશે. પોલીસ તંત્ર માટે ૮૭૬ વાહનો ખરીદવામાં આવશે. પોલીસ આધુનિકીકરણ માટે ૨૬ કરોડની જાેગવાઈ. બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે ૧૪૭૮ કરોડની જાેગવાઈ સરકાર દ્વારા બજેટમાં કરવામાં આવી છે.

૮૦૦ ડિલક્ષ અને ૨૦૦ સ્લીપર કોચ મળીને ૧૦૦૦ નવી એસટી બસો કાર્યરત કરાશે. લાંબા અંતરની મુસાફરી માટે ૫૦૦ વોલ્વો બસ પીપીપી ધોરણે શરુ કરાશે. એસટી દ્વારા ૫૦ ઈલેક્ટ્રીક બસો સંચાલનમાં મુકવામાં આવશે. ૫૦ સીએનજી વાહનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રાજકોટ, માધાપર ચોકડી ખાતે પીપીપી ધોરણે નવું બસ સ્ટેશન નિર્માણ પામશે. ૪૮૦૦ કરોડના રોકાણ સાથે નારગોલ અને ભાવનગર બંદરનો પીપીપી ધોરણે વિકાસ કરાશે.

દહેજ ખાતે કેમિકલ પોર્ટ ટર્મિનલના વિસ્તૃતિકરણ માટે ૧૨૦૦ કરોડના ખર્ચે બીજી જેટ્ટી વિકસાવાશે. નવલખી બંદર ખાતે ૧૯૨ કરોડના ખર્ચે નવી જેટી બનાવાશે. સચાણા શીપ બ્રેકિંગ યાર્ડ ખાતે ૨૫ કરોડના ખર્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવાશે. માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ૧૧,૧૮૫ કરોડની જાેગવાઈ બજેટમાં કરવામાં આવી છે.

સાત વર્ષ કે તેથી વધુ સમય સુધી રિકારપેટ ના થયા હોય તેવા ૪૯૪૯ કામોના ૧૬,૮૫૭ કિમી લંબાઈના રસ્તાના રિસરફેસિંગ માટેના કામો ૪૫૦૬ કરોડના ખર્ચે હાથ ધરાશે. ૩૪૦૦ કરોડના ખર્ચે ૬૮ નવા રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવશે.
૨૮૯૩ કરોડના ખર્ચે અમદાવાદ-બગોદરા-રાજકોટના ૨૦૧ કિમીના રસ્તાને સિક્સ લેન બનાવવાનું કામ પ્રગતિમાં છે.

સૌરાષ્ટ્રના તમામ જિલ્લાને અમદાવાદ અને ગાંધીનગર સાથે જાેડતા રાજકોટથી અમદાવાદ રસ્તાનું ૨૬૨૦ કરોડના ખર્ચે સિક્સ લેનનું કામ પ્રગતિ હેઠળ છે. ૧૧૬ રસ્તાના અનુભાગોની ૧૯૫૧ કિમ લંબાઈને ૧૦ મીટર કે ૭ મીટર પહોળા કરવાની કામગીરી ૨૩૩૧ કરોડના ખર્ચે પ્રગતિમાં છે. ૩૦૧૫ કિમીના ગ્રામ્ય માર્ગોને સાડા પાંચ મીટર સુધી પહોળા કરવા ૧૭૪૯ કરોડની અંદાજીત કિંમતના કામોનું આયોજન કરાયું છે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રાજ્ય સરકારના શેરફાળા પેટે ૧૫૦૦ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.

અમદાવાદ-મહેસાણા હાઈવે સિક્સ લેન બનશે, જેના માટે ૧૦૦ કરોડની જાેગવાઈ કરાઈ છે. – વિધાનસભાની સદસ્ય નિવાસ સમિતિની ભલામણ અનુસાર ગાંધીનગર ખાતે નવું સદસ્ય નિવાસ સંકુલ બનાવાશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે ૧૧,૩૨૩ કરોડની જાેગવાઈ કરાઈ છે.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી મા-વાત્સલ્ય યોજના માટે ૧૧૦૬ કરોડની જાેગવાઈ કરાઈ છે. ઓછા વજન સાથે જન્મતા બાળકોને વિના મૂલ્યે સારવાર પૂરી પાડતી બાલસખા-૩ માટે ૧૪૫ કરોડની જાેગવાઈ છે. નવી સિવિલ, અમદાવાદની સુવિધાઓને ૮૭ કરોડના ખર્ચે અપગ્રેડ કરાશે.

૧૦૮ સર્વિસમાં ૩૦ કરોડના ખર્ચે નવી ૧૫૦ એમ્બ્યુલન્સ ખરીદવામાં આવશે. મહિલા અને બાળ વિકાસ માટે ૩૫૧૧ કરોડની જાેગવાઈ કરાઈ છે. પૂરક પોષણ યોજનાઓ માટે ૯૩૯ કરોડની જાેગવાઈ કરાઈ છે. ગંગા સ્વરુપ આર્થિક સહાય યોજના હેઠળ ૮ લાખ લાભાર્થી વિધવા બહેનોને સહાય આપવા ૭૦૦ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.

૧૫થી ૧૮ વર્ષની ૧૧ લાખ ૭૬ હજાર કિશોરીઓને લાભ આપવા પૂર્ણા યોજના અંતર્ગત ૨૨૦ કરોડની જાેગવાઈ કરાઈ છે. પાણી પુરવઠા માટે ૩૯૭૪ કરોડની યોજના બનાવાઈ છે. આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ ૨૮૪૧ ગામોના પ્રગતિ હેઠળના તથા ૧૯૪૧ ગામોના મંજૂર થયેલા પાણી પુરવઠાના કામો માટે ૧ હજાર કરોડની જાેગવાઈ કરાઈ છે. વડોદરા, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલ, સુરત, નવસારી અને વલસાડમાં બલ્ક પાઈપલાઈન યોજનાઓ માટે ૯૬૮ કરોડની જાેગવાઈ કરાઈ છે.

નાવડાથી ચાવંડ અને બુધેલથી બોરડા સુધીની ૧૪૩ કિલોમીટરની બલ્ક પાઈપલાઈન માટે બજેટમાં ૬૭૫ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના ગામોમાં ૨૭ કરોડ લિટર ક્ષમતાના ડીસસેલીનેશન પ્લાન્ટ સ્થાપવા ૩૦૦ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.

રાજ્યના બાકી રહેલા ૧૭ લાખ ૭૮ હજાર ઘરોમાં નળ જાેડાણ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવા ૩૦૦ કરોડની જાેગવાઈ કરાઈ છે. અમદાવાદ, વડોદરા અને જેતપુરમાં ઔદ્યોગિક ગંદા પાણીના વહન માટે ૨૨૭૫ કરોડના પ્રોજેક્ટનું અમલીકરણ થશે, જેના માટે ૭૫૮ કરોડની જાેગવાઈ કરાઈ છે.

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે કુલ ૪૩૫૩ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે. વૃદ્ધ પેન્શન, નિરાધાર વૃદ્ધ યોજના અને વય વંદના અંતર્ગત ૧૦ લાખ ૯૫ હજાર નિરાધાર વૃદ્ધોને પેન્શન આપવા ૧૦૩૨ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે. ૬.૬૩ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા ૫૪૯ કરોડની જાેગવાઈ કરાઈ છે.

૧.૮૨ લાખ કન્યાઓને વિના મૂલ્યે સાઈકલ આપવા સરસ્વતી સાધના યોજના હેઠળ ૭૧ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે. કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ હવે ૧૨ હજાર રુપિયા અપાશે, જેના માટે ૪૦ કરોડની જાેગવાઈ કરાઈ છે. – શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ માટે ૧૩,૪૯૩ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે. નગરપાલિકા અને મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળો માટે ૪૫૬૩ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.

અમદાવાદ સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર મનપા તથા દાહોદ નપાને સ્માર્ટ સિટી હેઠળ ૭૦૦ કરોડની જાેગવાઇ કરવામાં આવી છે. અમદાવાદ-ગાંધીનગર તેમજ સુરત શહેરમાં મેટ્રો રેલ માટે ૫૬૮ કરોડની ફાળવવામાં આવ્યા છે. ૨૦૨૨માં શહેરમાં સૌને ઘર આપવા માટે ૫૫,૦૦૦ આવાસો બનાવાશે, જેના માટે ૯૦૦ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.