Western Times News

Gujarati News

પતિએ ટૂંકા વસ્ત્રો પહેરવા માટે દબાણ કરતા પત્નીની ફરિયાદ

પ્રતિકાત્મક

રાજકોટમાં એક પરિણીતાએ તેના સાસરીયાના ૭ લોકો વિરૂદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

રાજકોટ,  રાજકોટમાં એક પરિણીતાએ તેના સાસરીયાના ૭ લોકો વિરૂધ મહિલા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. જેમાં મહિલાએ સાસરીયા દ્વારા માનસિક ત્રાસ આપતા હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત મહિલાએ જણાવ્યું હતું કે, લગ્ન બાદ અમે ગોવા ફરવા ગયા હતા.

જ્યાં મારા પતિએ મને ટુંકા કપડા કેમ નથી પહેરતી કહીં મારી સાથે ઝગડો કર્યો અને કહ્યું કે તારે ટુંકા કપડા પહેરવા હોય, તો જ મારી સાથે રે નહી તો તું એકલી રે. ત્યારબાદ ગોવામાં અમે દસ દિવસ રોકાયા હતા. ત્યાં પણ તેણે મારી સાથે આવું ખરાબ વર્તન કર્યું હતું.

પોલીસ ફરિયાદમાં મહિલાએ જણાવ્યું હતું કે, મારા લગ્ન તા. ૦૫ મે ૨૦૧૮ ના રોજ દેવાશું જેન્તીભાઈ ભૂવા સાથે થયા હતા. લગ્ન બાદ અમે ગોવા ફરવા ગયા હતા. ગોવામાં મારા પતિએ મને ટુંકા કપડા કેમ નથી પહેરતી તેમ કહીં મારી સાથે ઝગડો કર્યો હતો અને તારે ટુંકા કપડા પહેરવા હોય, તો જ મારી સાથે રહે નહી તો તું એકલી રે.

ત્યારબાદ અમે દસ દિવસ ગોવામાં રોકાયા હતા. ત્યાં પણ તેણે મારી સાથે આવું ખરાબ વર્તન કર્યું હતું. ગોવાથી અમે પાછા આવ્યા મારા સાસુને મેં બધી જ વાત કરી હતી. ત્યારે તેમણે એવું કહ્યું હતું કે, દેવાશું પહેલાથી જ એવો છે. મેં તેમને એવું પણ કહ્યું હતું કે, તે મને ગાળો કેમ આફે છે.

ત્યારે તેમણે એવું કહ્યું હતું કે, દેવાશું તારી સાથે લગ્ન કરવા નહોતો ઇચ્છતો એટલે તે તારી સાથે આવું વર્તન કરી રહ્યો છે. ચિંતા ના કર થોડા દિવસમાં સારું થઇ જશે. આ બનાવને થોડા દિવસ થયા બાદ હું મારા નંણદના ઘરે જમવા ગઈ હતી તે સમયે પણ રસ્તામાં મારી સાથે દેવાશુંએ ઝગડો કર્યો હતો અને કહ્યું હતું કે, તને ભાન નથી પડતી કે તુ મને ગમતી નથી અને તુ અહીંથી ચાલી જા નહીં તો હું તને ખટારા નીચે નાખી દઈશ. આટલું કહીને બાઈકની સ્પીડ વધારી મને ડરાવી દીધી હતી.

વધુમાં જણાવ્યું હતું કે, મારા સાસુએ એક દિવસ મને વાડીએ વહેલી આવવા માટે કહ્યું હતું. જેથી હું સવારે ૪ વાગે ઉઠી ઘરનું કામ પતાવી વાડીએ પહોંચી હતી. ત્યારે મારા સાસુ સસરા કહેતા હતા કે, તારે કામ નથી કરવું એટલે તુ મોડી આવે છે અને આવા ઢોંગ કરે છે. તેમ કહીને મને અપશબ્દો બોલ્યા હતા. આ બધાથી ત્રાસીને હું મારા પિતાના ઘરે જતી રહી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.