Western Times News

Gujarati News

સુરતમાં ૨૩૯ દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝીટવ આવ્યો

સુરત: સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ ૨૩૭ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં ૧૬૮ જયારે ગ્રામીણ વિસ્તારમાં ૬૯ દર્દી સાથે કુલ દર્દી સંખ્યા ૩૫૩૩૧ પર પહોંચી છે, જયારે આજે ૩ લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક ૯૯૫ પર પહોંચ્યો છે. તેવામાં આજે ૨૫૬ દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

બહારગામથી ફરીને આવેલા વ્યક્તિને કારણે પરીવારના અન્ય સભ્યને ચેપ નહી લાગે તે માટે શહેરમાં પરત ફરેલા લોકોએ પહેલા પ્રાથમિકતાના ધોરણે કોવિડ પરિક્ષણ કેન્દ્રો તેમજ ધનંતરી આરોગ્ય રથ પર કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ પોતાના ઘરમાં પ્રવેશ કરવો તેવી અપિલ સુરત મનપા દ્વારા કરવામાં આવી છે. – ૧૬મી જાન્યુઆરીથી કોરોનાની વેકસિનેશનો આરંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઇનર વર્કરોને રસી આપવામાં આવી હતી.ત્યારબાદ ૧લી માર્ચથી ૬૦ વર્ષથી વધુ વયના વડીલો તેમજ ૪૫થી ૪૯ વર્ષના કો-મોર્બિડ વ્યક્તિને રસી આપવામાં આવી રહી છે. શહેરીજનો કોરોનાની – રસીથી વચિત નહી રહે

તે માટે રાત્રીના – ૧૦ વાગ્યા સુધી રસી આપવાનો ર્નિણય સુરત મનપા દ્વારા કરવામાં આવ્યો – છે. સેન્ટ સેન્ટ્રલ ઝોનમાં કડિયાવાલા અર્બન હેલ્થ સેન્ટર, વરાછા ઝોન એમાં સ્મીમેર હોસ્પટિલ, વરાછા ઝોન બીમાં નાના વરાછા અર્બન હેલ્થ સેન્ટર, રાંદેર ઝોનમાં પાલ હેલ્થ સેન્ટર, ક્લારગા ઝોનમાં કતારગામ હેલ્થ સેન્ટર, ઉધના ઝોનમાં બમરોલી હેલ્થ સેન્ટર, અઠવા ઝોનમાં અલથાણ અર્બન હેલ્થ સેન્ટર અને લિંબાયત ઝોનમાં ભાઠેના અર્બન હેલ્થ સેન્ટર પર રાત્રીના ૧૦ વાગ્યા સુધી કોરોનાની રસી આપવામાં આવશે.કોરોનાનું સંક્રમણ વધવાને કારણે પોઝીટીવ કેસનો આંકડો ૧૦૦ને પાર કરી ગયો છે. સંક્રમણને અટકાવવા માટે ફ્રી શહેરના કેટલા વિસ્તારોને કલસ્ટર કરવાની ફરજ મનપાને પડી છે.

પહેલા અસરગ્રસ્ત વિસ્તારને ક્લસ્ટર કરી દેવામાં આવતો હતો. જાેકે ત્યારબાદ રજુઆત, ફરીયાદો થતા કલસ્ટર નાનું કરી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ઘર, એપાર્ટમેન્ટને જ કલસ્ટર કરવાનું ચાલુ કરવામાં આવ્યું હતું.હાલ કોરોનાના કેસો વધતા મનપા દ્વારા વરાછા ઝોન બીમાં સંક્ય રેસીડેન્સી, છીતુનગર, અજમલ પેલેસ, રામનગર અને સીતારામ સોસાયટી સહીતના અસરગ્રસ્ત વિસ્તારોના ૬૭ ઘરોને કલસ્ટર કરાતા ૨૬૪ વ્યક્તિને હોમ કવોરેન્ટાઇન રાખવામાં આવ્યા છે. જયારે રાંદેર ઝોનમાં સબજ હોમ્સ, નેહ સ્મૃતિ સોસાયટી, સ્વપ્નસુષ્ટી એપાર્ટમેન્ટ, યોગી કોમ્પલેક્ષ, પાદરીયો મહોલ્લો, રામનગર કોલોની, રંગરાજ રેસીડેન્સી, ઓમકાર રેસીડેન્સી અને સરપંચ મહોલ્લા સહીતના ૪૪૩ ઘરનો ક્લસ્ટર કરવામાં આવ્યા હોય કુલ ૧૭૩૭ વ્યકતનિ હોમ કવોરેન્ટાઇન કરવાની ફરજ પડી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.