Western Times News

Gujarati News

દિકરાની લાશને થેલીમાં નાખી પીએમ માટે લઈ ગયા

પટના: બિહારમાં પોલીસની ગંભીર બેદરકારીનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક પિતાને તેના દીકરીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે એક પ્લાસ્ટિકની થેલીમાં લઈ જવાની ફરજ પડી હતી. પોલીસ કોહવાય ગયેલી લાશ માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી શકી ન હતી. જે બાદમાં પિતા એક પ્લાસ્ટિકની થેલીમાં ભરીને તેના દીકરીની લાશ સરકારી હૉસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે લઈ ગયા હતા. પિતા પુત્રનો મૃતદેહ ભરીને જઈ રહ્યા હોય તેવી તસવીરો પણ સામે આવી છે. કટિહાર જિલ્લાના કુરસેલા પોલીસ સ્ટેશન હેઠળ આવતા એક ગામ ખાતે આ બનાવ બન્યો હતો.

આ મામલે રાજ્યના પોલીસ હેડક્વાર્ટર તરફથી બે જૂનિયર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ કેસની તપાસ ડીએસપી રેન્કના અધિકારીને સોંપવામાં આવી હતી. પોલીસે મદદ ન કરતા પિતાએ તેના પુત્રની લાશ થેલામાં ભરીને જાતે જ કટિયારની સદર હૉસ્પિટલ ખાતે લઈ જવી પડી હતી. આ બનાવની વિગતે વાત કરીએ તો ગોપાલપુર પોલીસ સ્ટેશન હેઠળના એક ગામનો લેરુ યાદવ ૨૬મી ફેબ્રુઆરીના રોજ પોતાના ૧૩ વર્ષના દીકરા સાથે એક નાની બોટમાં ગંગા નદી પાર કરી રહ્યો હતો.

બોટ નદીની વચ્ચે પહોંચી હતી ત્યારે લેરુનો દીકરો બોટમાંથી નીચે પડી ગયો હતો અને પાણીમાં તણાયો હતો. જે બાદમાં લેરુએ કલાકો સુધી પોતાના દીકરાની શોધખોળ કરી હતી. જે બાદમાં લેરુએ ગોપાલપુર પોલીસ (ભાગલપુર)ને જાણ કરી હતી. પોલીસે આ બનાવની નોંધ કરીને લેરુને નદીના નીચાણવાળા વિસ્તારમાં દીકરાની શોધખોળ ચાલુ રાખવાનું જણાવ્યું હતું. થોડા દિવસ પહેલા કટિહારના કુરસેલા પોલીસ સ્ટેશન હેઠળ આવતા ખેરિયા ઘાટ ખાતેથી કોહવાય ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી.

આ અંગે કુરસેલા પોલીસસ્ટેશને ગોપાલપુર પોલીસને જાણ કરી હતી. લેરુએ શર્ટના આધારે લાશ તેના દીકરાની જ હોવાની ઓળખ કરી હતી. જાેકે, મળી આવેલી લાશ ખૂબ કોહવાયેલી હાલતમાં હતી અને તેમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી. જાેકે, લેરુની મુશ્કેલી અહીંથી જ શરૂ થઈ હતી. તમામ વિધિ પૂર્ણ કર્યા બાદ બંને પોલીસ સ્ટેશનના અધિકારીઓએ લેરુને તેના દીકરાની લાશને કટિહારની હૉસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે લઈ જવાનું કહ્યું હતું.

લેરુને આવી સૂચના આપ્યા બાદ બંને પોલીસ સ્ટેશનના અધિકારીઓ રવાના થઈ ગયા હતા. જાેકે, મજબૂર પિતાને અન્ય કોઈ વિકલ્પ ન મળતા એક પ્લાસ્ટિકની થેલીમાં દીકરાને લાશને પેક કરી હતી અને રોડ પર ચાલવા લાગ્યો હતો. જાેકે, લાશમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હોવાથી અમુક લોકોએ લેરુને અટકાવ્યો હતો અને આ અંગે પૂછપરછ કરી હતી.

આ સાથે જ લોકોએ તેનો વીડિયો પણ બનાવ્યો હતો. આ અંગેનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ હેડક્વાર્ટર તરફથી તપાસનો આદેશ કરાયો હતો. આ કેસમાં રવિવારે બે પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્શન આદેશ સાથે કહેવામાં આવ્યું છે કે, ફરજમાં બેદરકારી બદલ બંને પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.