Western Times News

Gujarati News

જંબુસર BAPS મંદિરનો ૧૮ મો પાટોત્સવ ઉજવાયો

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: જંબુસર લિમજરોડ પર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો ૧૮ મો પાટોત્સવ અટલાદરા કોઠારી ભાગ્યસેતુદાસ સ્વામીની ઉપસ્થિતિમાં અને વિવિધ કાર્યક્રમો માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્ટ સાથે યોજાયા હતા.

સન ૩/૨/૨૦૦૦ ના રોજ વિશ્વ વંદનીય પ.પુ.પ્રમુખસ્વામી મહારાજના કરકમળો દ્વારા જંબુસર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો અને ૫/૩/૨૦૦૩ ના રોજ મંદિરની મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજ સંતો હરિભક્તોની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી.જ્યાંથી સંસ્કૃતિ સદાચાર શાંતિની સરિતા વહી રહી છે એવા જંબુસર બીએપીએસ મંદિરનો ૧૮મો પાટોત્સવ ભક્તિભાવ તથા દિવ્યા ભાવથી અટલાદરા કોઠારી સાધુ ભાગ્યસેતુદાસ સ્વામીની ઉપસ્થિતિમાં કોરોનાને લઈ સરકારની ગાઈડ લાઈન્સ અનુસાર માસ્ક સેનીટાઈઝર અને સોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.મહોત્સવ પ્રસંગે સંતો દ્વારા મહાપૂજા અન્નકુટ દર્શન અને પાટોત્સવ સભા યોજાઈ હતી.

મંદિર મારૂ અને હું મંદિરનો, શાંતિનું ધામ એટલે મંદિર,માનવજીવનમાં મંદિરનું મહત્ત્વ સહિતના પ્રસંગો સાથે ઉપસ્થિત સંતો એ સમજાવ્યું હતું.આ સહિત  મહંતસ્વામી મહારાજે ૮૬ વર્ષની ઉમ્મરે ૬૪ દિવસમાં સમગ્ર સત્સંગ સમાજને ૩૧૫ શ્લોકનો ગ્રંથ સત્સંગ દીક્ષા ગ્રંથ સત્સંગ સમાજને ભેટ આપી કોરોના મારણ છે.જ્યારે આ ગ્રંથ તારણ છે

જે સંસ્કૃત શ્લોકોનો મુખપાઠ કરવા અંગે વંદનભાઈ બિપીનભાઈ પટેલ સહિતનાઓએ ઉપસ્થિત સંતો દ્વારા સન્માનિત કરાયા હતા તથા કોરોના દરમ્યાન અક્ષર નિવાસી થયેલા હરિભક્તોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી તથા જંબુસર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલીકાની ચૂંટણીમાં જીત મેળવેલ તમામ સદસ્યોનું સંતોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.પાટોત્સવ પ્રસંગે જ્ઞાાનવીર સ્વામી નારાયણચરણદાસ સ્વામી રાજેશ્વર સ્વામી ત્યાગ વત્સલ સ્વામી હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.