Western Times News

Gujarati News

પ્લેનમાં પાઈલટ, ફ્લાઈટ અટેન્ડન્ટ વચ્ચે મારામારી થઈ

Files Photo

બેઈજિંગ: ચીનમાં હજારો ફૂટની ઊંચાઈએ ટોયલેટ યૂઝ કરવાને લઈને પુરુષ ફ્લાઈટ અટેન્ડન્ટ અને પાયલટ વચ્ચે જાેરદાર મારામારી થઈ. જેમાં ફ્લાઈટ અટેન્ડન્ટનો હાથ તૂટી ગયો, જ્યારે પાયલટને પોતાનો દાંત ગુમાવવો પડ્યો. આ ઘટનાનો વિડીયો ચીનના સોશિયલ મીડિયા વીવો પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઘટનાની જાણ થયા બાદ ડોંઘઈ એરલાઈન્સે પાઈલટ અને ફ્લાઈટ અટેન્ડન્ટને સસ્પેન્ડ કરી દીધા અને મામલાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપી દીધા છે.

ચીનના મીડિયાના રિપોર્ટ મુજબ, આ ઘટના ૨૦ ફેબ્રુઆરીએ નાન્ચોન્ગથી શિયાન માટે ડોંઘઈ એરલાઈન્સની ફ્લાઈટમાં લેન્ડિંગના લગભગ ૫૦ મિનિટ પહેલા બની. ફ્લાઈટમાં સવાર મુસાફરોએ જણાવ્યું કે, મારપીટ પહેલા બંને વચ્ચે લાંબી જીભાજાેડી પણ થઈ હતી, તે પછી વાત મારામારી સુધી પહોંચી ગઈ. એરલાઈને કાર્યવાહી તો કરી, પરંતુ પાઈલટ અને ફ્લાઈટ અટેન્ડન્ટનું નામ જાહેર નથી કર્યું.

હકીકતમાં, ચાલુ પ્લેન દરમિયાન પાઈટલ ટોઈલેટનો ઉપયોગ કરી રહ્યો હતો. એ દરમિયાન ફ્લાઈટના ફર્સ્‌ટ ક્લાસ કેબિનમાં સવાર એક મુસાફરને ટોઈલેટનો ઉપયોગ કરવા હતો. પાઈલટે તેને પોતાની સીટ પર બેસીને રાહ જાેવા માટે કહ્યું, પરંતુ મુસાફરએ પાઈલટની વાત પર ધ્યાન ન આપ્યું. જ્યારે પાઈલટ ટોઈલેટમાંથી બહાર આવ્યો તો તેણે મુસાફરને દરવાજા પાસે જ ઊભેલો જાેયો. તે પછી પાઈલટે ફર્સ્‌ટ ક્લાસ કેબિન જાેઈ રહેલા ફ્લાઈટ અટેન્ડન્ટને બોલાવીને તેને ઠપકો આપ્યો. પાઈલટે કહ્યું કે, તું તારું કામ બરાબર નથી કરી રહ્યો,

જેનાથી ફ્લાઈટની સુરક્ષા પ્રભાવિત થઈ રહી છે. તે પછી ફ્લાઈટ અટેન્ડન્ટે પોતાની ભૂલ નકારતા પાઈલટના શબ્દોને લઈને વિરોધ નોંધાવ્યો. તે પછી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ અને તે પછી મામલો મારામારી સુધી પહોંચી ગયો. તેમાં ફ્લાઈટ અટેન્ડન્ટનો હાથ અને પાઈલટનો દાંત તૂટી ગયો. ફ્લાઈટ શિયાન પહોંચ્યા બાદ ફ્લાઈટ અટેન્ડન્ટને એ જ વિમાનમાં પાછા આવવાની મંજૂરી ન આપવામાં આવી. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે. તે પછી ડોંઘઈ એરલાઈન્સે એક સ્ટેટમેન્ટ ઈશ્યૂ કરી આ ઘટનાની પુષ્ટિ કરી. કંપનીએ કહ્યું કે, મારપીટના બંને આરોપી કર્મચારીઓને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરી દેવાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.