Western Times News

Gujarati News

લક્ષ્મી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝનો IPO સોમવાર, 15 માર્ચ, 2021ના રોજ ખુલશે

Mega flex Plastics IPO

અમદાવાદ, લક્ષ્મી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“કંપની” અથવા “લક્ષ્મી ઓર્ગેનિક”),તેના ઇક્વિટી શેર્સની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (“ઓફર”/“આઈપીઓ”)ના અનુસંધાનમાં બિડ/ઓફર સોમવાર, 15 માર્ચ, 2021ના રોજ ખુલ્લી મૂકશે અને બુધવાર, 17 માર્ચ, 2021ના રોજ બંધ કરશે.

ઓફર માટેની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેર દીઠ Rs.129–Rs.130 નક્કી કરવામાં આવી છે. કંપની બૂક રનિંગ લીડ મેનેજર્સ (“BRLMs”)ની સલાહ સાથે, એન્કર રોકાણકારો(“એન્કર ઇન્વેસ્ટર્સ”)ની ભાગીદારી વિચારી શકે છે, જે બિડ/ઓફરની ખુલવાની તારીખના એક કાર્યકારી દિવસ પહેલા એટલે કે શુક્રવાર, 12 માર્ચ, 2021ના રોજ થશે.

આ ઓફર કુલ મળીને Rs.600 કરોડ સુધીની છે અને તેમાં Rs.300 કરોડ સુધીના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યુ (“ફ્રેશ ઇશ્યુ”)અને Rs.300 કરોડ સુધીના ઇક્વિટી શેર્સ પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર યલો સ્ટોન ટ્રસ્ટ (“પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર”) દ્વારા ઓફર ફોર સેલ (“ઓફર ફોર સેલ” અને ફ્રેશ ઇશ્યુસાથે મળીને “ઓફર”) છે.

કંપનીએ, બીઆરએલએમ સાથે પરામર્શ કરીને કુલ મળીને Rs.2,000 મિલિયનના 15,503,875 ઇક્વિટી શેરોનું ખાનગી પ્લેસમેન્ટ (“પ્રિ-આઈપીઓ પ્લેસમેન્ટ”) કર્યું હતું. પ્રી-પ્લેસમેન્ટ પછી ફ્રેશ ઇશ્યૂનું કદ Rs.5,000 મિલિયનથી ઘટીને Rs.3,000 મિલિયન કરવામાં આવ્યું છે અને પરિણામે, ઓફરનું કદ Rs.8000 મિલિયનથી ઘટાડીને Rs 6,000 મિલિયન કરાયું છે.

કંપની ચોખ્ખી ઉપડજનો ઉપયોગ કંપની દ્વારા લેવામાં આવેલી કેટલીક લોન્સની આંશિક ચુકવણી કે ભરપાઇ કરવામાં, સંપૂર્ણ માલિકીની પેટાકંપની, યલોસ્ટોન ફાઇન કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ (“YFCPL”)માં કરેલા રોકાણને પગલે ફ્લોરોસ્પેશિયાલિટી કેમિકલ્સ (“સૂચિત સુવિધા”)ની ઉત્પાદન સુવિધા સ્થાપવા માટે મૂડી ખર્ચની આવશ્યકતાઓ પૂરી કરવા, કાર્યકારી મૂડી આવશ્યકતાઓને ભંડોળ આપવા માટે વાયએફસીપીએલમાં રોકાણ કરવા;

એસઆઈ ઉત્પાદન સુવિધા (“સૂચિત વિસ્તરણ”)ના વિસ્તરણ માટે જરૂરી મૂડી ખર્ચ માટે ભંડોળ આપવા અને કંપનીની કાર્યકારી મૂડી આવશ્યકતાઓને ભંડોળ પૂરું પાડવા, તેની એસઆઈ મેન્યુફેક્ચરિંગ સુવિધામાં માળખાકીય વિકાસને વધારવાના સંબંધમાં પ્લાન્ટ અને મશીનરીની ખરીદી માટે, તેમજ સામાન્ય કોર્પોરેટ હેતુ માટે કરવા વિચારે છે. તેને બીએસઈ લિમિટેડ (“બીએસઈ”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (“એનએસઈ”) પર લિસ્ટ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.