Western Times News

Gujarati News

વાંકાનેર નગરપાલિકામાં બહુમતી હોવા છતા ભાજપે સત્તા ગુમાવી

વાંકાનેર, શિસ્તબદ્ધ કહેવાતી ભાજપનો આંતરિક કલહ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ સપાટી ઉપર આવી રહ્યો છે. મનપા, જીલ્લા, તાલુકા નાપમાં ટીકીટ વહેચણી સમયે ઉદભવેલા મનભેદ બાદ પણ ભવ્ય સફળતા સાથે ઉભરીને આવેલા ભાજપનો આંતરિક કલહ હજુશાંત નથી થયો. સ્પષ્ટ બહુમતી સાથેની બેઠક પણ આંતરિક કલહને કારણે ભાજપે ગુમાવવાનો વારો આવ્યો છે.

વાંકાનેર નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી. પરંતુ ખુરશીની ખેંચતાણમાં ભાજપે સત્તા પોતાના હાથમાંથી ગુમાવી દીધી છે. નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી. તેમ છતાય સત્તા ઉપર અપક્ષે અડીંગો જમાવી દીધો છે.

બહુમતી હોવા છતાં પાલિકા અપક્ષના ફાળે ગઈ છે. પ્રમુખ તરીકે જયશ્રી સેજપાલની વરણી કરવામાં આવી છે. ઉપપ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે. ૧૫ સભ્યો બહુમતીથી પાલિકા પર અપક્ષનો કબ્જાે થયો છે.
ઉલ્લેખનીય છે કે, મોરબી જીલ્લામાં વાંકાનેર પાલિકાના ભાજપના ૧૬ સભ્યોએ પક્ષમાથી મૂક્યા રાજીનામાં મુક્યા હતા. જેને પગલે મોરબી ભાજપમાં ભારે હડકંપ સર્જાયો હતો. સભ્યો દ્વારા નક્કી કરાયેલ પ્રમુખ-ઉપપ્રમુખના નામને ચોકડી મરવામાં આવતા ચૂંટાયેલા સભ્યો નારાજ થયા હતા. અને પક્ષ માંથી રાજીનામું મુક્યું હતું.

જે સભ્યની પ્રમુખ-ઉપપ્રમુખ માટે દાવેદારી નથી તેના નામના મેન્ડેડ આવે તેવા સંકેત સર્જાતા ભાજપના ચુંટાયેલા ૨૪ માંથી ૧૬ સભ્યોએ ભાજપ પક્ષમાથી રાજીનામાં મુક્યા હતા. વાંકાનેર શહેર ભાજપ પ્રમુખને તમામ સભ્યોએ રાજીનામાં સુપ્રત કર્યાહતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.