Western Times News

Gujarati News

ઝીરોના બલ્બમાં એકલા રહેતા વૃદ્ધને હજારોનું બિલ આવ્યું

છોટાઉદેપુર: બોડેલીના વૃદ્ધની અજબ દુખદ કહાની સામે આવી છે. કિશોર કમાલિયા નામના આ વૃદ્ધ વર્ષોથી ઘરમાં ઝીરોના બલ્બ નીચે એકલવાયુ જીવન જીવે છે. મહિને ૭૦૦ રુપિયાનું પેન્શન આવે છે તેમાંથી પોતાનું જીવન ગુજારે છે અને ઇલેક્ટ્રિકનું બિલ પણ ભરે છે. અંધકારમય જીવન જીવતા આ વૃદ્ધના મકાનનું જુનું મીટર એમજીવીસીએલ દ્રારા ફોલ્ટી હોવાનું જણાવી ૬૬૭૪ રુપિયાનું બિલ ફટકારી વીજ કનેક્શન કાપી નાખ્યું છે. જેથી આ વૃદ્ધને ઢળતી ઉંમરે અંધારામાં રહેવાનો વારો આવ્યો છે.

એમજીવીસીએલ કંપનીને અનેક લોકોએ અનેકવાર ફરિયાદ કરી કે આ વ્યક્તિની બિલ ભરવાની પરિસ્થિતિ જ નથી અને તેમના ઘરમાં એવા કોઇ સાધનો નથી જેનાથી તેમનું આટલુ બધુ બિલ આવે. પરંતુ કંપની કાંઇપણ સાંભળવા કે સમજવા તૈયાર જ નથી. બોડેલીના સ્ટેશન વિસ્તારમાં રહેતા એક ૬૫ વર્ષીય વૃદ્ધ કે જેમને જીવનમાં સુખ શાંતિનો એહસાસ કાર્યો જ નથી એવું કહી શકાય. ૪૦ વર્ષ પહેલા આ વૃદ્ધે પોતાના પિતાને ગુમાવ્યા હતા. કિશોર કમાલિયા નામના આ વ્યક્તિને નથી ભાઈ કે નથી કોઇ બહેન.

તેમની માતાને મજૂરી કરીને જીવડાવી અને આજથી ૧૫ વર્ષ પહેલા તેમણે માતા પણ ગુમાવી. ગરીબીમાં જીવન જીવતા આ વ્યક્તિને જીવનસંગિની ના મળી, લગ્ન ના થતાં કોઈ બાળક પણ નથી. જેના કારણે હાલ આ વ્યક્તિ એકલવાયું જીવન જીવવા માટે મજબૂર બન્યા છે. પણ હવે જ્યારે તે શારીરિક કમજાેર બન્યા છે, ત્યારે તેમને કોઈ કામ પણ નથી મળતું. ૭૦૦ રુપિયા તેઓ પેન્શન મેળવે છે અને સરકારી રાસન મેળવી પોતાનું ગુજરાન ચલાવે છે. જાણે મુશ્કેલી તેમની પાછળ પડી હોય તેમ, એમજીવીસીએલ દ્રારા તેમના મકાનનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. ઘરમાં નથી પાંખો કે, નથી તેના ઘરમાં ફ્રીજ, જીરોનો બલ્બ ચલાવતા વૃદ્ધને ૧૫૦થી ૨૦૦નું બિલ મળતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.