Western Times News

Gujarati News

રૂફટોપ સોલારમાં શું છે, ગ્રોસ મીટરીંગ અને નેટમીટરિંગ? નુકશાન થશે કે ફાયદો

File

અમદાવાદ : દસ કિલોવોટથી વધુનું સોલાર રૂફટોપ બેસાડનારાઓ નેટ મીટરિંગમાં નહિ, પરંતુ ગ્રોસ મિટરિંગની સિસ્ટમમાં જશે તેવા કેન્દ્ર સરકારના પરિપત્રને પરિણામે રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવનાર ગ્રાહકોને નુકશાન થઈ શકે છે.

“મેઇડ ઇન ગુજરાત બ્રાન્ડ છવાઇ જાય” તેવા ઉદે્શ્ય સાથે નવી સોલાર પોલિસી-ર૦ર૧ જાહેર

જો ઘરમાં અથવા  કોર્મશિયલ સ્થળે 10 કિલો વોટથી વધુ વિજળીનું કનેકશન હોય અથવા 10 કિલો વોટથી વધુની સોલાર પેનલ લગાવી હોય તો ગ્રોસ મિટરીંગ પ્રમાણે ગણતરી કરવામાં આવશે.  તેવા કેન્દ્ર સરકારના પરિપત્રને કારણે 10 કિલો વોટથી વધુની સોલાર સિસ્ટમ લગાવનારા ગ્રાહકોની સંખ્યા ઓછી થઈ જશે.

હવે જાણીએ, શું છે નેટ મિટરીંગ અને ગ્રોસ મિટરીંગ,

નેટ મીટરીંગ એટલે સોલાર દ્વારા જનરેટ થયેલા યુનિટની સામે ગ્રાહકે વાપરેલા યુનિટ બાદ જો યુનિટ વધુ આવે તો ગ્રાહકે તેના રૂપિયા (અંદાજે 7 રૂપિયા) પ્રમાણે ચુકવવાના અને જો યુનિટ નેગેટીવ આવે તો તેટલા યૂનિટના રૂપિયા (નવા કરાર પ્રમાણે 2.25 રૂપિયા યુનિટ દીઠ) વિજકંપની તમને પાછા આપે.  નીચે જણાવેલા બે કોઠામાં નેટ અને ગ્રોસ મીટરીંગની ગણતરી દર્શાવી છે. નેટ મીટરીંગ કે ગ્રોસ મીટરીંગમાં મીટર અલગ આવતા નથી. પરંતુ વિજકંપની ગણતરી નેટ કે ગ્રોસ પ્રમાણે કરે છે અને બીલ જનરેટ કરે છે.

Solar Net metering calculation

ગ્રોસ મીટરીંગ એટલે સોલાર દ્વારા જનરેટ થયેલા યુનિટ સીધે સીધા વિજકંપનીને ( નવા કરાર પ્રમાણે 2.25 રૂપિયા યુનિટ દીઠ) આપી દેવાના અને તમે વાપરેલા યુનિટનું તમે જે પ્રમાણે અગાઉ બીલ ભરતા હતા તે મુજબ ભરવાનું. જનરેલ થયેલા તમામ યુનિટના રૂપિયા તમારા બિલમાંથી કાપી બાકીના રૂપિયાની ચૂકવણી કરવાની.

જૂની નેટ મીટરીંગની સિસ્ટમને બદલે નવી ગ્રોસ મીટરીંગની સિસ્ટમ દાખળ કરવામાં આવી છે. પરિણામે સોલાર રૂફ ટોપ બેસાડનારનો ખર્ચ ત્રણથી ચાર વર્ષમાં નીકળી જતો હતો તે વધીને 8થી 9 વર્ષ થઈ ગયો છે. આ જ કારણસર ગુજરાતમાં ડિસેમ્બર 2020થી મોટા સોલાર રૂફટોપ પેનલ સાથે મીટર જોડવાની કામગીરી અટકાવી દેવામાં આવી છે.

Gross-Metering Calculation

ગુજરાતના ઉર્જા મંત્રીએ હજી સુધી આ મુદ્દે કોઈ જ સ્પષ્ટતા ન કરી હોવાથી સોલાર રૂફટોપના અબજોના પ્રોજેક્ટ અટવાઈ પડયા છે. બીજા રાજયોમાં માર્ચ મહિનાના અંત સુધીમાં નેટમીટરિંગની સિસ્ટમથી સોલાર રૂફટોપને મીટરના જોડાણ આપવામાં આવી રહ્યા છે.

10 કિલોવોટરથી વધુની સોલાર પેનલ બેસાડનારાઓ માટે ગ્રોસ મીટરિંગની સિસ્ટમ લાગુ કરવાના નિર્ણયને પરિણામે નાના અને મધ્યમ ઉદ્યોગો સોલાર પાવર જનરેટ કરીને પોતાની સ્પર્ધાત્મકતા વધારવા માગે છે તેઓ ખતમ થઈ જશે. તેને કારણે તેમનો ખર્ચ વધી જશે. ગ્રોસ મીટરિંગની સિસ્ટમને કારણે ઉદ્યોગની પાવર કોસ્ટ વધી જશે. પે બૅક પિરીયડ 4 વર્ષથી વધીને 9થી 10 વર્ષ થઈ જવાની સંભાવના છે.

ઘરમાં લગાવાતી સોલાર સિસ્ટમને સરળ ભાષામાં સમજો

 

ઝનરૂફે ગુજરાતમાં 1500 સોલાર રૂફટોપ્સ ઇન્સ્ટોલેશન પૂરા કર્યા

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.