Western Times News

Gujarati News

બંગાળમાં જન્માષ્ટમી ઉજવણી વેળા મંદિરની દિવાલ તુટી પડી

કોલકાતા :  પશ્ચિમ બંગાળમાં આજે જન્માષ્ટમી ઉજવણી વેળા મંદિરની દિવાળ તુડી પડતા કાટમાળ હેઠળ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ફસાઇ ગયા હતા. જેમાં છ શ્રદ્ધાળુઓના મોત થઇ ગયા છે. બાકીના લોકોને બચાવી લેવામાં તંત્રને સફળતા મળી છે. જા કે કેટલાક ગંભીર રીતે દાજી ગયા છે. આ મંદિરની દિવાળ ધરાશાયી થવાની ઘટના બંગાળના ઉત્તર ૨૪ પરગના જિલ્લામાં થઇ હતી. જ્યાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જન્માષ્ટિના પ્રસંગે જન્મોત્સવના કાર્યક્રમના ભાગરૂપે એકત્રિત થયા હતા. એમ માનવામાં આવે છે કે આ ગાળા દરમિયાન મંદિરની દિવાળ તુટી ગઇ હતી. જેના કારણે અનેક લોકો ફસાઇ ગયા હતા.

ઘાયલ થયેલા લોકો પૈકી કેટલાકની હાલત હોસ્પિટલમાં  હોસ્પિટલમાં ગંભીર જણાવવામાં આવી છે. નોર્થ ૨૪ પરગનાના કાચુઆ વિસ્તારમાં સ્થિતિ  લોકનાથ મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉજવણી કરવા માટે એકત્રિત થયા હતા. આ ગાળા દરમિયાન જર્જરિત દિવાળ ધરાશાયી થઇ ગઇ હતી. બનાવ બાદ મંદિરમાં બાગદોડ મચી ગઇ હતી. જેના કારણે કેટલાક લોકો ઘાયલ થયા હતા. સ્થિતિ ને કાબુમાં લેવામાં આવ્યા બાદ ઘટનાસ્થળે ઉપસ્થિત  રહેલા લોકો અને પોલીસની મદદથી કાટમાળ હેઠળ ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

જે પૈકી ચારને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઉપરાંત અન્ય ૨૭ લોકો ઘાયલ થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને એસએસકેએમ હોસ્પિટલમાં  દાખલ કરવામાં આવ્યા હતા. બનાવ અંગે મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ દુખ વ્યક્ત કર્યુ હતુ. ઘાયલ થયેલા તમામ શ્રદ્ધાળુઓને પુરતી સારવાર આપવા માટે આદેશ પણ જારી કર્યો છે. આ ઉપરાંત મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓના પરિવારને પાંચ પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને એક એક લાખ અને આંશિક રીતે ઘાયલ થયેલાઓને ૫૦ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.