Western Times News

Gujarati News

મનસુખ હિરેનની હત્યા કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી

મુંબઈ: મહારાષ્ટ્ર એટીએસ ની ટીમે મનસુખ હિરેન હત્યા કેસમાં બે લોકોની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કર્યા. જેમાંથી એક વિનાયક શિંદે છે જે પહેલેથી લખન ભૈયા ફેક એન્કાઉન્ટરમાં દોષિત છે અને પેરોલ પર બહાર છે. આ સાથે જ એટીએસએ નરેશ ગોર નામના એક બૂકીની પણ ધરપકડ કરી છે. ત્રીજું સૌથી મહત્વપૂર્ણ નામ છે સચિન વાઝે. સચિન વાઝેએ મનસુખ હિરેનના મોત મામલે હંમેશા એ સાબિત કરવાની કોશિશ કરી કે જ્યારે મનસુખ હિરેનનું મોત થયું તે સમયે તે મુંબઈના ડોંગરી વિસ્તારમાં એક બાર પર રેડ મારી રહ્યો હતો. આ માટે તેણે ડોંગરી પોલીસ સ્ટેશનમાં સ્ટેશન ડાયરીમાં તેની રજિસ્ટ્રી પણ કરાવી, જે મુજબ રાતે ૧૧.૫૦ મિનિટ પર રેડ શરૂ થઈ અને રાતે ૨.૨૦ વાગે પૂરી થઈ.

૧૯ માર્ચના રોજ એટીએસે કોર્ટમાં પણ એ જ જણાવ્યું હતું કે સચિન વાઝે પુરાવાથી સતત એ વાત જણાવવાની કોશિશમાં લાગ્યો હતો કે મનસુખ હિરેનના મોત સમયે તે ત્યાં હાજર નહતો. ૪ માર્ચના રોજ જ્યારે મનસુખ હિરેન માર્યો ગયો, ઝ્રડ્ઢઇના જણાવ્યાં મુજબ તે સમયે સચિન વાઝેને કોઈનો ફોન નહતો આવ્યો, કે કોઈએ તેને કોલ પણ નહતો કર્યો. માત્ર ૪ મેસેજ આવ્યા હતા અને તે પણ માર્કેટિંગ કંપનીઓના હતા. આ બધું તપાસની દિશાને ભટકાવવા માટે કરાયું હતું. આ બધુ એક ષડયંત્રનો ભાગ હતો જેને મહારાષ્ટ્ર એટીએસે અનેક ટેક્નિકલ એક્સપર્ટ્‌સની મદદથી બેનકાબ કર્યા છે.

મહારાષ્ટ્ર એટીએસના સૂત્રોના જણાવ્યાં મુજબ ૪ માર્ચના રોજ રાતે ૮ વાગ્યાથી લઈને રાતે ૮.૩૦ વાગ્યા સુધીમાં મનસુખ હિરેનને અનેક વોટ્‌સએપ કોલ આવ્યા હતા.એટીએસે તે સમયે થાણેના ઘોડબંદર વિસ્તારના ડંપ ડેટાને ખંખાળ્યો જેમાં લગભગ ૧૦૦૦ નંબરોની તપાસ કરાઈ. આ સાથે જ મનસુખ હિરેનને આવેલા વોટ્‌સએપ કોલની પણ તપાસ કરાઈ. ત્યારબાદ મનસુખને આવેલો છેલ્લો વોટ્‌સએપ કોલ ટ્રેસ કરીને એટીએસને અપાયો.એટીએસ હવે તે વ્યક્તિની શોધમાં લાગી છે જેણે પોતાને કાંદિવલી પોલીસ સ્ટેશનનો તાવડે જણાવીને મનસુખને મળવા બોલાવ્યો હતો. ચોંકાવનારી વાત એ હતી કે આ નંબર અમદાવાદમાં રજિસ્ટર કરાયો હતો.

એટીએસે જગ્યા પર રેડ મારી જ્યાં તેને બુકી નરેશ ગોર હોવાની ભાળ મળી હતી. એટીએસે નરેશ ગોરની માહિતી કાઢી અને મુંબઈથી તેને અટકમાં લીધો. ત્યારબાદ તેની પાસેથી લગભગ ૧૫ સિમકાર્ડ જપ્ત કર્યા. નરેશ ગોરે જ આ સમગ્ર કાંડ માટે એક સિમકાર્ડ સચિન વાઝેને અને એક સિમકાર્ડ વિનાયક શિંદેને આપ્યું હતું. આ સિમકાર્ડની મદદથી વાઝે સતત વિનાયક શિંદે અને મનસુખ હિરેન સાથે વાત કરતો હતો. વિનાયક શિંદેએ પણ આ સિમકાર્ડનો ઉપયોગ કરીને તાવડે બનીને મનસુખ હિરેનને વોટ્‌સએપ કોલ કરીને મળવા બોલાવ્યો હોવાનું મનાય છે.

એટીએસના સૂત્રોના જણાવ્યાં મુજબ જે સમયે મનસુખ હિરેન માર્યો ગયો ત્યારે ત્યાં ૧૦ કરતા વધુ લોકો હાજર હોવાનું મનાય છે. જેમાંથી કેટલાક પોલીસકર્મીઓ પણ હોઈ શકે છે. જાે કે હાલ આ અંગે તપાસ ચાલુ છે.એટીએસના સૂત્રોના જણાવ્યાં મુજબ વિનાયક શિંદે મનસુખ હિરેનની હત્યા સમયે ત્યાં જ હાજર હતો.એટીએસસૂત્રોના જણાવ્યાં મુજબ નવેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધી મનસુખ હિરેનની સ્કોર્પિયો કાર સચિન વાઝે પાસે જ હતી. એ વાત મનસુખની પત્ની અને ભાઈ પણ પોતાના સ્ટેટમેન્ટમાં જણાવી ચૂક્યા છે. સચિન વાઝેએ મનસુખને સ્કોર્પિયો ચોરી થવાની હ્લૈંઇ કરવાનું કહ્યું હતું અને વિશ્વાસ અપાવ્યો હતો કે તે ડરે નહીં તપાસ સચિન વાઝે જ કરવાનો છે. હવે આ સમગ્ર હત્યાકાંડથી પડદો હટતો જાેવા મળી રહ્યો છે. આ કાંડને કેવી રીતે અંજામ અપાયો તે સામે છે પરંતુ કયા હેતુથી હત્યા કરાઈ તે હજુ સામે આવવાનું બાકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.