Western Times News

Gujarati News

વિરપુર સ્ટેટ હાઇવે પર બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત

વિરપુર: વિરપુર સ્ટેટ હાઈવે પર બસ અને ડમ્પર સાથે અકસ્માત થતાં બસની અંદર બેઠેલા મુસાફરોને ચમત્કારી બચાવ થયો છે આ અકસ્માતમાં એક પણ મુસાફરોને કોઈ પણ પ્રકારની જાનહાનિ થઇ ન હતી અકસ્માતને લઇને મળતી પ્રાથમિક જાણકારી મુજબ લુણાવાડા વિરપુર બસ વિરપુરના સ્ટેટ હાઈવે પરથી પસાર થઈ રહી હતી તે દરમ્યાન બાઈક ચાલક અચાનક બસની ઓવટેક કરી નીકળતો હોય

તે દરમ્યાન બસ ચાલક બાઈક ચાલકને બચાવતા જતા પાછળથી આવી રહેલા ડમ્પર સાથે અકસ્માત થયો હતો જોકે અકસ્માત બાદ ડમ્પર ચાલક પોતાનું ડમ્પર મુકી સ્થળ પરથી ભાગી છૂટયો હતો જોત જોતામાં અકસ્માત દ્નસ્યો નિહાળવા લોકટોળા ઉમટી પડ્યા હતા જેના કારણે હાઈવે પર ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા બાદમાં વિરપુર પોલીસ ધટના સ્થળ પર આવી જતાં  અકસ્માત થયેલા બંને વાહનોને રોડ પરથી હટાવાયા હતા…


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.