Western Times News

Gujarati News

મોટીમોયડી પાસેથી બાઈક પર લઈ જવાતો રૂ.28800નો વિદેશી દારૂ ઝડપાયો

(દારૂ અને ગાડી સહીત રૂ.૫૮૮૦૦ નો મુદ્દામાલ કબ્જે લીધો )
અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના રાજસ્થાન બોર્ડરને અડીને આવેલ ઉન્ડવા,કાલીયાકુવા,હિંમતપુર,જામગઢ સહીતના બોર્ડર વીસ્તારના ગ્રામ્ય ધોરીમાર્ગો ઉપર લોખો રૂપિયાનો દેશી વીદેશી દારૂ સરહદ વીસ્તારમાં છીંડા હોવાના કિરણે ગુજરાતમાં ગુસાડાતો હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે ત્યારે મેઘરજ પોલીસે મોટીમોયડી પાસેથી રૂ.૨૮૮૦૦ નો દારૂ ઝડપી પાડ્યો હતો જ્યારે બુટલેગરો પોલીસને ચકમો આપી ફરાર થઈ જવામાં સફળ રહેતા અનેક શંકા કુશંકાઓ પેદા થઈ છે.

મેઘરજ પોલીસ સ્ટેશનના મહેશ બાબુભાઈ રાવળ,કનુભાઈ રુપાભાઈ તથા શશિકાંત નવજીભાઈનાઓ નાઈટપેટ્રોલીંગમાં હતા તે અરસામાં બાતમી હકીકત આધારે મોટીમોયડી પાસે પ્રોહીબીશન વોચ ગોઠવી હતી જેમાઁ બાતમીવાળી બાઈક આવતા બાઈકને બેટરીના અજવાળે ઉભી રખાવતા બાઈક ચાલચ બંને ઈસમો પોલીસને ચકમો આપી બાઈક અને કંતાનમાં ભરેલો દારૂ બંને મુકીને ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા અને પોલીસે કંતાનના કોથળામાં તપાસ કરતા કોથળામાંથી વિદેશી દારૂ ઓફિસર ચોઈસની પેટી નં.4 બોટલ નં.192 કીંમત રૂ.28800 તથા હીરો કંપનીનુ પેસન પ્રો બાઈક નંબર Gj09 CK 0755 જેની કીંમત રૂ.30000 મળી કીલ રૂ.58800નો મુદ્દામાલ ઝડપી પાડી અજાણ્યા બાઈક ચાલક ઈસમો વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Attachments area


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.