Western Times News

Gujarati News

અભિનેતા હરમન બાવેજાએ સાશા સાથે લગ્ન કરી લીધા

મુંબઈ: બોલિવુડના વધુ એક સેલિબ્રિટીએ લગ્ન કરીને નવા જીવનની શરૂઆત કરી છે. એક્ટર હરમન બાવેજાએ ફિઆન્સે સાશા રામચંદાની સાથે ગુરુદ્વારામાં લગ્ન કર્યા છે. હરમન અને સાશાના લગ્નનો વિડીયો શિલ્પા શેટ્ટીએ શેર કર્યો છે. શિલ્પા શેટ્ટી અને તેનો પતિ રાજ કુંદ્રા હરમન બાવેજાના નજીકના મિત્રો છે. હરમનના લગ્ન પ્રસંગોમાં રાજ કુંદ્રા હાજર રહ્યો છે

ત્યારે તે પણ વિવિધ વિડીયો શેર કરીને હરમન અને સાશાના ફંક્શનોની ઝલક બતાવી રહ્યો છે. આ તરફ શિલ્પા શેટ્ટીએ હરમન અને સાશાના ફેરાનો નાનકડો વિડીયો શેર કરીને બંનેને અભિનંદન પાઠવ્યા છે. શિલ્પાએ વિડીયો શેર કરીને લખ્યું, અભિનંદન હરમન ને સાશા. તમારી નવી શરૂઆત બિનશરતી પ્રેમ, ખુશીઓ અને મિત્રતાથી ભરેલી રહે.

તમારા બંને માટે ખૂબ ખુશ છું. લગ્ન માટે હરમન બાવેજાએ પિંક શેરવાની પર પસંદગી ઉતારી હતી. જ્યારે સાશા બ્રાઉન રંગના લહેંગામાં જાેવા મળી હતી. હરમન અને સાશાની જાેડી ખૂબ સુંદર લાગી રહી છે. શિલ્પા શેટ્ટી લગ્નમાં હાજર નહોતી રહી શકી ત્યારે તેણે નવદંપતીને શુભકામના આપવાની સાથે આ પ્રસંગ મિસ કરી રહી હોવાનું પણ જણાવ્યું હતું.

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાએ હરમનની જાન નીકળી એ વખતની કેટલીક તસવીરો શેર કરી હતી. હરમનના લગ્ન માટે રાજ કુંદ્રા કુર્તા-પાયજામા અને પાઘડીમાં એકદમ ‘પંજાબી મુંડો’ લાગતો હતો. બીજી એક તસવીરમાં વરરાજા અને જાનૈયાઓ જાેવા મળી રહ્યા છે. હરમનની સાથે રાજ કુંદ્રા, આશિષ ચૌધરી સહિતના મહેમાનો પોઝ આપી રહ્યા છે. રાજ કુંદ્રાએ આખી જાનનો એક વિડીયો પણ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. વિડીયોમાં જાનૈયાઓ નાચતાં જાેવા મળી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.