Western Times News

Gujarati News

શિકાગોની મહિલાએ ૩૦ વાર મફતમાં વિમાન મુસાફરી કરી, ધરપકડ કરાઈ

પાસપોર્ટ, બોર્ડિંગ પાસ, ટિકિટ વિના વિમાનમાં મુસાફરી-બાયપોલર ડિસઓર્ડરથી પીડાતી ૬૯ વર્ષીય મહિલાની ગત સપ્તાહે ધરપકડ કરાઈ હતી, જેલની સજા થઈ શકે છે

શિકાગો, મર્લિન હાર્ટમેન નામની એક મહિલા વિશ્વભરમાં ટિકિટ વગર હવાઈ મુસાફરી કરતી રહી હતી. તેમણે ૧૯ વર્ષમાં ૩૦ વખત બિલકૂલ મફતમાં વિમાનની મુસાફરી કરી હતી. તાજેતરમાં આ ઘટના બહાર આવી છે. મૂળ શિકાગોની રહેવાસી આ ૬૯ વર્ષીય મહિલાની ઓળખ મર્લિન હાર્ટમેન તરીકે થઈ છે. The real-life Con Air: Demure US pensioner Marilyn Hartman aged 69 has been able to sneak onto 30 flights without a ticket or passport and now faces jail

હાર્ટમેનને તેના આ મફત હવાઈ પ્રવાસની મજા ભારે પડશે. તેને શિકાગોના ઓ-હેર ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી પકડી લેવામાં આવી હતી. તે સમયે પણ તે અન્ય એક પ્લેનમાં જવાનો પ્રયાસ કરી રહી હતી. તેની ગત સપ્તાહે ધરપકડ થઈ છે અને જેલની સજા પણ થઈ શકે છે. હાર્ટમેનનું પોતાનું કોઈ ઘર નથી અને તે બાયપોલર ડિસઓર્ડરથી પીડાય છે.

પાસપોર્ટ, બોર્ડિંગ પાસ અને ટિકિટ વિના તે ઘણા દાયકાઓથી દુનિયા ફરતી હતી. મર્લિન હાર્ટમેનને એક જ ડર હતો કે કોઈ તેની ચોરીને પકડી ન લે. આશ્ચર્યની વાત એ છે કે ૯/૧૧ના હુમલા પછી, સુરક્ષામાં ભારે વધારો કરવામાં આવ્યો હતો અને લોકોની તપાસ કરવામાં આવી રહી હતી, તે પછી પણ મર્લિન મુસાફરી કરવામાં સફળ રહી.

તેમણે ૧૯ વર્ષમાં ૩૦ વખત વિમાનની મુસાફરી કરી છે. તે વિમાનમથકના અધિકારીઓને કેવી રીતે છેતરતી રહી. તે તપાસના કર્મચારીઓથી કેવી રીતે છટકી ગઈ તેના પર ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.