Western Times News

Gujarati News

એર ઈન્ડિયા 3 ઓઈલ કંપનીના 4500 કરોડ રૂપિયાના દેવામાં ડૂબી

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન(IOC), ભારત પેટ્રોલિયન કોર્પ લિમિટેડ(બીપીસીએલ)અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પ  મિટેડે(એચપીસીએલ) ગુરુવારે કોચ્ચિ, પુણે, પટના, રાંચી, વિશાખાપટ્ટનમ અને મોહાલી એરપોર્ટ પર એર ઈન્ડિયાને ફ્યૂલ સપ્લાઈ કરવાનું બંધ કરી દીધું છે.

એક ઓઈલ કંપનીના અધિકારીએ જણાવ્યું કે, એર ઈન્ડિયાને 90 દિવસનો ક્રેડિટ પીરિયડ આપવામાં આવ્યો હતો, પરંતુ 200 દિવસ થઈ ગયા હોવા છતા પણ એરલાઈને ચુકવણી કરી નથી. એક અન્ય અધિકારીએ જણાવ્યું કે, એર ઈન્ડિયાએ ફક્ત 60 કરોડ રૂપિયા ચુકવવાનો પ્રસ્તાવ આપ્યો છે. કુલ પૈસાની જગ્યાએ આ રકમ સમુદ્રમાં એક ટીંપા બરાબર છે.

એર ઈન્ડિયાના પ્રવક્તા ધનંજય કુમારે ગુરુવારે કહ્યું કે, અમે મદદ વિના દેવાની મોટી જવાબદારી સંભાળી નથી શકતા. જો કે, હાલના નાણાકીય વર્ષમાં નાણાકીય સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે. અમે નફા તરફ આગળ વધી રહ્યા છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.