Western Times News

Gujarati News

બાયડ તાલુકાના સાઠંબામાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા

બાયડ તાલુકાના સાઠંબામાં અંબિકા ગાર્ડન સોસાયટીમાં બંધ મકાન ને નિશાન બનાવી તસ્કરોએ ત્રાટકી હાથફેરો કરી ગયાના અહેવાલ પ્રાપ્ત થયા છે .          છેલ્લા કેટલાંક મહિનાઓથી બંધ હાલતમાં રહેલ મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી સોનાના દાગીનાની ચોરી કરી હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ સ્થાનિકોએ ઘરમાલિકને જાણ કરતાં તેઓ અમદાવાદથી તાત્કાલિક આવી પહોંચી તપાસ કરતાં ઘરની તિજોરીમાંથી 1,70,000ના દાગીનાની ચોરી થયાનું સામે આવ્યુ છે. જેથી સાઠંબા પોલીસે અજાણ્યાં ચોરો સામે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

બાયડ તાલુકાના  સાઠંબા માં  ચોરીની ઘટના સામે આવી છે. મૂળ સાઠંબાના વતની હિતેન્દ્રસિંહ ખુમાનસિંહ ચાવડા હાલ અમદાવાદ રહે છે. ગત 17 ફેબ્રુઆરી 2021થી તેઓ પોતાનું સાઠંબા ગામે ગાબટ રોડ પરના અંબિકા ગાર્ડન સોસાયટીમાં આવેલા મકાનને તાળું મારી અમદાવાદ જતાં રહ્યા હતા. આ દરમ્યાન આજે તેમના પાછળ રહેતાં ભુપેન્દ્રભાઇએ તેમને ફોન કરીને કહેલ કે, તમારા મકાનના ટેરેસ ઉપરનો દરવાજો ખુલ્લો છે. જેથી ફરીયાદી તાત્કાલિક સાંઠબા પહોંચીને તપાસ કરતાં ચોરી થયાનું ખુલ્યુ હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યાં હોઇ અંદાજે 1.70 લાખના દાગીના ચોરી જતાં ચકચાર મચી ગઇ છે. ઘરમાલિકે તપાસ કરતાં તિજોરીમાંથી સોનાના દાગીના ગાયબ હતા અને બધો સામાન-વેરવિખેર પડ્યો છે. અજાણ્યાં ચોરો  સોનાની ચેઇન, સોનાની લક્કી, સોનાની વીંટી મળી કુલ 1,70,000ની ચોરી કરી નાસી છુટ્યાં હોઇ પોલીસ ફરીયાદ નોંધાઇ છે. મકાનમાલિકે અજાણ્યાં ચોરતત્વો ફરિયાદ નોંધાવતાં સાઠંબા પોલીસે આઇપીસી કલમ 457, 380 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.