Western Times News

Gujarati News

ભાજપે આસામ વિધાનસભા ચુંટણી માટે પોતાનું સંકલ્પ પત્ર જારી કર્યું

સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ એનઆરસીને (NRC-National Register of Citizens) લાગુ કરવાનું પણ વચન આપવામાં આવ્યું છે.

નવીદિલ્હી: આસામ અને પશ્ચિમ બંગાળ સહિત દેશના પાંચ રાજયોમાં વિધાનસભા ચુંટણી થનાર છે. ભાજપે આજે આસામ વિધાનસભા ચુંટણી માટે પોતાનું સંકલ્પ પત્ર જારી કર્યું છે ભાજપે આસામ માટે જારી પોતાના ઘોષણાપત્રમાં બે લાખ યુવાનોને સરકારી અને આઠ લાખ યુવાનોને ખાનગી ક્ષેત્રોમાં નોકરી આપવાનું વચન આવ્યું છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ એનઆરસીને લાગુ કરવાનું પણ વચન આપવામાં આવ્યું છે.  BJP releases manifesto for Assam polls- promises to work on ‘corrected NRC’

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ ધોષણાપત્ર જારી કરતા કહ્યું કે આસામમાં ફરીથી ભાજપ શાસિત સરકાર બનવા પર ધુષણખોરોને બહાર કરવા માટે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર NRC-National Register of Citizens લાગુ કરવાાં આવશે આ સાથે જ રાજયમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવશે નડ્ડાએ કહ્યું કે પાંચ વર્ષ પહેલા આસમમાં અનેક રીતના પડકારો હતાં જેનો સામનો એનડીએની સરકારે કર્યું છે એનડીએએ સમસ્યાઓના નિરાકરણ કરી આસામને વિકાસ તરફ અગ્રેસર કર્યું છે.

નડ્ડાએ કહ્યું કે અમે ૧૦ સંકલ્પ રાખવાનો નિર્ણય કર્યો છે પહેલું મિશન બ્રહ્મપુત્ર,પુર જે અહીંની સમસ્યા બનેલ છે તેને નવી નવી રીતે રોકવાનો પ્રયાસ કરવામાં આવશે જેથી અમે પુરની ત્રાસદીથી આસામની જનતાને બચાવી શકીએ અને વિકાસની નવી કહાની લખી શકીએ,

બ્રહ્મપુત્રની આસપાસ મોટા જળાશયોનું નિર્માણ કરીએ જેથી બ્રહ્મપુત્ર દ્‌ષ્ટિ હેઠળ વધારાનું પાણી સંરક્ષણ કરી શકીએ અને લોકોને પુરથી બચાવી શકીએ ધોષણાપત્રમાં ઓરૂનોડોઇ યોજના હેઠળ ૩૦ લાખ પાત્ર પરિવારોને મહીનામાં ૩,૦૦૦ રૂપિયાની આર્થિ સહાયતા આપવાની વાત કરવામાં આવી છે. આ ઉપરાંત ગેરકાયદેસર અતિક્રમણને હટાવવાની સાથે સાથે નામ ઘરોનું સારી રીતે નિર્માણ થઇ શકે તેના માટે તમામ નામ ઘરોને અઢી લાખ રૂપિયાની આર્થિક સહાયતા આપવામાં આવશે

નડ્ડાએ કહ્યું હતું કે જે લોકો ઇચ્છે છે કે ચુંટણી બાદ આસામને અંધકારમય ભવિષ્ય મળે તે કોંગ્રેસની સાથે જઇ શકે છે પરંતુ જેને વિકાસ જાેઇએ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે આવે નડ્ડાએ કહ્યું કે કોંગ્રેસનો એક માત્ર હેતુ અવસરવાદી રાજનીતિ છે કેરલમાં તે મુસ્લિમ લીગની સાથે મળી માકપાથી લડી રહી છે

અને બંગાળ અને આસામમાં માકપાની સાથે તેનું ગઠબંધન છે. આ અવસરવાદી નીતી નથી તો શું છે. એ યાદ રહે કે વર્ષ ૨૦૧૬માં ભાજપે કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનને ઉખાડી ફેંકી સાથીઓની સાથે મળી સરકાર બનાવી હતી. ઘોષણપત્ર જારી કરતી વખતે ભાજપના અધ્યક્ષ નડ્ડાની સાથે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ અને રાજયમંત્રી હિમંતા બિસ્વ સરમા પણ હાજર રહ્યાં હતાં.ભાજપે સત્તા જાળવા રાખવા પોતાની કમર કસી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.