Western Times News

Gujarati News

કોડવર્ડમાં કેટલાક નામ લખ્યા છે અને તેમના નામની આગળ પૈસાની ડિટેલ લખેલ છે

મુંબઇ: એટીલિયા મામલાની તપાસ કરી રહેલ રાષ્ટ્રીય તપાસ એજન્સીને ક્રાઇમ ઇવેસ્ટિગેશન યુનિટ(સીઆઇયુ)ના કાર્યાલયથી એક ડાયરી મળી છે જે અનેક મોટા રાજ ખોલી શકે છે તેમાં કોડ વર્ડમાં કેટલાક નામ લખ્યા છે અને તેમના નમની આગળ પૈસાની ડિટેલ લખેલ છે એવું માનવામાં આવી રહ્યું છે કે આ કોડવર્ડમાં જે રકમ લખેલી છે તે વસુલી તરફ ઇશાર કરી રહી છે. રિપોર્ટ અનુસાર ડાયરીમાં એ વાતનો ઉલ્લેખ છે કે રેસ્ત્રાં પબ અને હુક્કાબારથી સચિન વાજેની ટીમે કેટલી વસુલી કરી એનઆઇએના જણાવ્યા અનુસાર સચિન વાજેએ જાન્યુઆી મહીનાથી આ વસુલી કરવાનું શરૂ કર્યું હતું અને આ વસુલીનો ઉલ્લેખ પરમબીર સિંહે પોતાના પત્રમાં કર્યો છે. આ ડાયરીમાં દરેક હોટલ અને પબવાળાના નામની આગળ રેટકાર્ડ લખ્યું છે.

આ ઉપરાંત આ ડાયરીમાં મુંબઇના લોટરી કારોબારી અને મટકા ધંધાની પુરી ડિટેલ છે અને તેની આગળ પણ રકમની માહિતી આપવામાં આવી છે.તપાસમાં એ સામે આવ્યું છે કે સચિન વાજે ખુદ આ પૈસાની વસુલી કરતા ન હતાં પરંતુ તેમના નામ પર કેટલાક ક્રિમિનલ પૈસાની વસુલી કરતા હતાં અને આગળ વધતા હતાં. એનઆઇએના અધિકારીઓનું કહેવુ છે કે હાલ મુખ્ય રીતે એ વાત પર ફોકસ કરવામાં આવી રહ્યો છે કે જિલેટિનની છડી કયાંથી આવી હતી અધિકારીઓએ કહ્યું કે કેટલાક માહિતી મળી છે

પરંતુ તપાસના કારણે હાલ વધુ કરી શકાય તેમ નથી એ યાદ રહે કે ૨૫ ફેબ્રુઆીએ મુકેશ અંબાણીના ઘરની બહાર જિલેટિનની ૨૦ છડીની સાથે સ્કોર્પિયો પાર્ક કરવામાં આવી હતી.

દરમિયાન એન્ટિલિયા કેસ દરમિયાન ભ્રષ્ટાતારના આરોપોમાં ફસાયેલા મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખને બચાવવા રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનો પ્લાન ફરી એક વાર ફેલ થતો દેખાઈ રહ્યો છે. ૧૦૦ કરોડની વસુલીના આરોપીમાં શરદ પવારે સોમવારે દેશમુખનો બચાવ કરતાં કહ્યું હતું કે, દેશમુખ કોરોના પોઝિટિવ હોવાના કારણે ૬ ફેબ્રુઆરીથી ૨૭ ફેબ્રુઆરી સુધી નાગપુરમાં જ રહ્યા હતા. જાેકે દેવેન્દ્ર ફડણવીસે આજે આ વિશે પ્રેસ કોન્ફરન્સ કરીને શરદ પવારે આપેલી માહિતીને ખોટી ગણાવી છે.

મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરી અને રાજ્યમાં ચાલતા રાજકીય વિવાદ વિશે ઉદ્ધવ સરકાર પર પ્રહાર કર્યા હતા. દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો
છે કે, ગૃહમંત્રી અનિલ દેશમુખ ક્વોરન્ટિન નહતા અને તેઓ લોકો સાથે મુલાકાત કરી રહ્યા હતા. વધુમાં ફડણવીસે કહ્યું કે, શરદ પવારનો દાવો કાલે જ ખોટો સાબીત થઈ ગયો હતો. અત્યાર સુધી જેટલા પણ પુરાવા સામે આવ્યા છે તેનાથી તે સ્પષ્ટ થઈ ગયું છે.

દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો છે કે, તેમની પાસે એક ચિઠ્ઠી છે જેને લઈને તેઓ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ સચિવની મુલાકાત કરશે. ફડણવીસે કહ્યું છે કે, તેઓ દિલ્હીમાં અપીલ કરશે કે ટ્રાન્સફર રેકેટની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે.જાેકે હવે પવારના દાવા સામે સવાલ ઉભા કરતાં ડોક્યુમેન્ટ વાઈરલ થઈ રહ્યા છે. તેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, દેશમુખ ૭ અન્ય લોકો સાથે એક પ્રાઈવેટ જેટમાં ૧૫ તારીખે નાગપુરથી મુંબઈ આવ્યા હતા. ભાજપનું કહેવું છે કે, જાે આ ડોક્યુમેન્ટ સાચા છે તો પરમબીર સિંહનો દાવો પણ સાચો છે.

આ ડોક્યુમેન્ટ નાગપુરની સિલ્વર જુબલી ટ્રાવેલર લિમિટેડે લખ્યો છે. તેમાં ઓપરેટરનું નામ ફજીઇ વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ લખ્યું છે. ઉડાનની તારીખ ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૧ છે. ડોક્યુમેન્ટમાં વિમાનને ઉડાવનાર કેપ્ટનનું નામ ઉત્પલ કુંડૂ અને રાહુલ ઓબેરોય છે. પેસેન્જરના લિસ્ટમાં સૌથી ઉપર અનિલ દેશમુખનું નામ ચે અને તે સિવાય અન્ય ૭ લોકોના નામ પણ છે.

પરમબીર સિંહના આરોપ પર હવે એવી માહિતી સામે આવી રહી છે કે, ઈડી આ સમગ્ર કેસની મનિલોન્ડરિંગ એંગલથી તપાસ કરી શકે છે. ઈડીની તપાસ વઝેથી લઈને અનિલ દેશમુખ સુધી પહોંચી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈડીના અધિકારી વઝે વિશે એનઆઇએ પાસેથી માહિતી લેવાના છે. ત્યારપછી તપાસ શરૂ કરવામાં આવશે. બીજી બાજુ પરમબીર સિંહે તેમના આરોપોની સીબીઆઈ તપાસ વિશે સોમવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ઈડીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મુદ્દે વઝે મની લોન્ડરિંગ કેસમાં ફસાઈ શકે છે. તેમની પાસેથી લક્ઝુરિયસ ગાડીઓ, બેનામી સંપત્તિ, ઘણાં બેન્ક એકાઉન્ટ્‌સની ડિટેલ્સ અને કેશ મળી આવી છે. એનઆઇએને તેમની પાસે કરોડોની પ્રોપર્ટી હોવાની માહિતી મળી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.