Western Times News

Gujarati News

વાહનની ફેન્સી નંબરની સીરિઝ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ

File

બીડીંગમાં ભાગ લેવા parivahan.gov.inવેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવવું

પ્રાદેશિક વાહન વ્યવહાર અમદાવાદ હસ્તકની કચેરીમાં M/cycle માં નંબરોની લગતી હાલની સીરીઝ GJ01-VJ ટૂંક સમયમાં  પુરી થનાર છે. જેથી નવી સીરીઝ GJ01-VK ખોલવા તેમજ L.M.V. car માં અગાઉની સિરિઝમાં બાકી રહેલ ગોલ્ડન-સિલ્વર નંબરોનું E-Auction શરૂ કરવામાં આવનાર છે. જેથી પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ વાહનોનું રજીસ્ટ્રેશન કરાવીને પંસદગીના નંબર મેળવવા માટે Online C.N.A. ફોર્મ ભરવાનું રહેશે.

આ પસંદગીના નંબર માટે તા. ૨૩ માર્ચ ૨૦૨૧ થી તા. ૨૪ માર્ચ ૨૦૨૧ સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તથા તા. ૨૫ માર્ચ ૨૦૨૧ થી તા. ૨૬ માર્ચ ૨૦૨૧ સુધી ઓનલાઇન બીંડીંગ કરવાનું રહેશે.

જેથી રસ ધરાવતા તમામ વાહનમાલીકોએ ઓનલાઇન નંબર રજીસ્ટ્રેશન માટે parivahan.gov.in વેબસાઇટ પર Fancy Number Booking માં જઇ બીડીંગમાં ભાગ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા એક યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.

આર.ટી.ઓ.(પૂર્વ) દ્વારા મોટર સાયકલની સીરીઝ  ઇ-ઓકશન શરૂ.

આર.ટી.ઓ.(પૂર્વ)ની કચેરી દ્વારા મોટરીંગ પબ્લિકની સગવડતા માટે મોટર સાઈકલ તથા મોટર કારની જુની સીરીઝના સિલ્વર અને ગોલ્ડન નંબર માટે  ઓનલાઇન ઇ-ઓક્શનથી શરૂ કરવામાં આવેલ છે. વાહન માલિકો તેમના વાહનનું રજિસ્ટ્રેશન કરાવી HTTP://parivahan.gov.in/fancynumber પર રજિસ્ટ્રેશન કરી ઇ-ઓક્શનમાં ભાગ લઇ શકશે.

તા. ૨૫,૦૩-૨૦૨૧ થી તા.૨૭-૦૩-૨૦૨૧ સુધી ઇ-ઓક્શન માટે ઓનલાઇન સી.એન.એ. ફોર્મ રજિસ્ટ્રેશન કરાવવાના રહેશે. તા. ૨૮ અને  થી ૨૯-૦૩૦-૨૦૨૧ના રોજ ઇ-ઓક્શનનું બીડીંગ ઓપન થશે. તા. ૩૦.-૦૩-૨૦૨૧ના રોજ ઇ-ઓક્શનના ફોર્મ આર.ટી.ઓ.(પૂર્વ)ની કચેરીમાં જમા કરાવવાના રહેશે. સફળ ઉમેદવારોએ વધારાની ભરવાની બીડીંગની રકમ પણ પાંચ દિવસમાં જમા કરાવવાની રહેશે.

વાહનના સેલ લેટર અને સેલ તારીખ થી ગોલ્ડન અને સિલ્વર નંબર માટે ૬૦ દિવસ સુધી તથા અન્ય નંબરો માટે ૩૦ દિવસ સુધી અરજદારો ઇ-ઓક્શનમાં ભાગ લઇ શકશે તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, અમદાવાદ(પૂર્વ)ની અખબારી યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.