Western Times News

Gujarati News

2006 કેસ: અમદાવાદના કાલુપુર સ્ટેશન પર બોંબ બ્લાસ્ટ કેસમાં વોન્ટેડ આરોપી પુણેથી પકડાયો

મોહસીન નામનો આરોપી બ્લાસ્ટ કેસમાં 2006થી નાસતો ફરતો હતો-ગુજરાત એટીએસની ટીમે ઝડપ્યો

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર ટેલિફોન બુથમાં બોમ્બ પ્લાન્ટ કરવાના કેસમાં વોન્ટેડ મોહસીન નામના આતંકીને ગુજરાત એટીએસે ઝડપી લીધો છે. આરોપી 2006થી નાસ્તો ફરતો હતો અને મહારાષ્ટ્રના પુણેમાં છુપાયેલો હતો. Gujarat ATS has arrested an accused named Mohsin from Pune in the 2006 blast in Kalupur area of ​​Ahmedabad

વર્ષ 2006માં કાલુપુર રેલવે સ્ટેશન પર ટેલિફોન બુથ બ્લાસ્ટ કેસમાં વોન્ટેડ આરોપીઓને લશ્કર એ તોયબા આતંકી સંગઠન મદદ કરતું હતું. જેમાં તાજેતરમાં એક આરોપી પશ્ચિમ બંગાળથી ઝડપાયો હતો. જેને બાંગ્લાદેશમાં કોઈ મદદ મળી હોવાનું પણ બહાર આવ્યું હતું .

તા. 20-02-2006ની અમદાવાદની બપોરની આવૃત્તિ

એ.ટી.એસ. ગુજરાતની ટીમને લીડ કરતા શ્રી ઇમ્તીયાઝ શેખ એસ.પી. એ.ટી.એસ.નાઓની સુચના અને માર્ગદશગન હેઠળ સી.આર.જાદવ પોલીસ ઇંસ્પેક્ટર , કે.એમ.ભુવા, પો.સ.ઈ., કે.એસ.પટેલ પો.સ.ઈ. તથા એ.એસ.આઇ. પ્રકાશભાઇ પાટટલ નાઓ કાલુપુર બોમ્બ બ્લાસ્ટ તથા લશ્કરે તોઈબા ના જેહાદી ષડયંત્ર કેસના વોન્ટેડ આરોપી પકડી પાડવા છેલ્લા લાંબા સમયથી વર્કીંગ આઉટ કરતા હતા.

જે દરમમયાન સી.આર.જાદવ પો.ઇન્સ. ને બાતમી મળેલ કે કાલુપુર બ્લાસ્ટ 2006ના સંલગ્ન રવિવાર તા. 19/09/2006 ના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમા લશ્કરે તોઈબાના આતંકવાદી ષડયંત્રનો ગુનો દાખલ કરવામા આવેલ, જે ગુનામા પાકિસ્તાન ખાતે આતંકવાદી તાલીમ લીધેલ મોહસીન પુનાવાળો પુનાના હડપસર ખાતે છુપાયેલ છે.

તા. 21-02-2006ની વેસ્ટર્ન્ ટાઈમ્સ દૈનિકનું પહેલું પાનું

ગુજરાતમા લશ્કરે તોઈબાના અસલમ કાશ્મીરી તથા બશીર કાશ્મીરી કે જેઓ કંથારીયા તથા તડકેશ્વર મદ્રેસામા અભ્યાસ કરતા હતા તેના અન્ય સાર્રીતોની દોરવણી માર્ગદશગન , નાણાકીય સહયોગ  દ્વારા પાકિસ્તાનની આઈ.એસ.આઈ. એજન્સીના નેટવકગનો ઉપયોગ કરી આતંકવાદી કાવતરુ ઘડી કાઢ્યું હતું.

અમદાવાદ ગુજરાત સહિત દેશના જુદા જુદા મવસ્તારના યુવાનોને આતંકવાદી તાલીમ માટે પાટકસ્તાનના કબ્જા હેઠળનુ કાશ્મીર,પાટકસ્તાન ખાતે હમથયારો ચલાવવાની તથા મવસ્ફોટ કરવાની તાલીમમા પંદરથી વીસ યુવાનો મોકલવામા આવેલ. તેઓની યોજના હેઠળ આતંકવાદી ક્રૂત્યોને અંજામ આપવા રવિવાર તા 19/02/2006 ના રોજ કાલુપુર રેલ્વે સ્ટેશન પર બોંબ બ્લાસ્ટ થયો હતો.

જેહાદી ષડયંત્રના ગુનામા કુલ 12 આરોપી પકડાયેલ છે અને 11 આરોપીઓ પકડવાના બાકી છે જે પૈકી મોહસીન અબ્બાસ સૈય્યદ ઉ.વ.36 રહે. લેન નં 25, સૈય્યદ નર્ર , મોહમ્મદવાડી , હડપસર , પુના વાળો હડપસર ખાતે છુપાઈને રહે છે તેવી બાતમી આધારે એ.ટી.એસ. ટીમે સદર જગ્યાએ વોચમા રહી ટેકમનકલ સવેલંસ આધારે આરોપી મોહસીનને ઝડપી પાડેલ છે. આરોપી એ પોતાનુ ઘરનુ સરનામુ બદલી નાખેલ અને બહાર આવવાનુ સતત ટાળતો હતો.

ઘરની નજીક મદ્રેસામા ભણાવવાનુ કામ કરતો હતો. આરોપી સને 2006 મા કંથારીયા મદ્રેસા ખાતે અભ્યાસ કરતો હતો. મોહસીન અને ઇરફાન કોલ્હાપુરવાળો સટહત અન્ય યુવાનોને પાટકસ્તાન ખાતે આતંકવાદી સંર્ઠન લશ્કરે તોઇબાની રાહબરી હેઠળ આતંકવાદી તાલીમ લેવા માટે મોકલી આપવામા આવેલ હતા.

જેના ભાર્રુપે અમદાવાદ રેલ્વે સ્ટેશન ખાતે બ્લાસ્ટ થયેલ જેમાં લોકોને ર્ંભીર ઇજાઓ પોહચેલ તથા ઘણી સંપમતને નુકશાન થયેલ આ બ્લાસ્ટ સને 200૬માં થયેલ. આરોપીને આજ રોજ પુનાથી પકડી લાવી અમદાવાદ ખાતે લાવવામા આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.