Western Times News

Gujarati News

બાંગ્લાદેશના વડાપ્રધાન હસીનાની હત્યા કરવાનો પ્રયાસ કરનારા ૧૪ને મોતની સજા

ઢાકા: બાંગ્લાદેશની એક અદાલતે વડાપ્રધાન શેખ હસીનાના દક્ષિણ પશ્ચિમી નિર્વાચન વિસ્તારમાં વર્ષ ૨૦૦૦માં તેમની હત્યાનો પ્રયાસ કરવાના આરોપમાં ૧૪ ઇસ્લામિક આતંકવાદીઓને મોતની સજા સંભળાવી છે ઢાકાની ત્વરિત સુનાવણી ન્યાયાધિકરણ પ્રથમના ન્યાયમૂર્તિ અબુ જફરે મોહમ્મદ કમરૂજજમાંએ નિર્ણય સંભળાવતા કહ્યુ ં કે ઉદાહરણ કામ કરવા માટે આ નિર્ણયને ફાયરિંગ દસ્તો લાગુ કરીશું જયાં સુધી આ કાનુન દ્વારા તેના પર રોક ન લગાવવામાં આવે

સુનાવણી દરમિયાન તેમાંથી નવને જેલથી અદાલતમાં લાવવામાં આવ્યા હતાં ન્યાયમૂર્તિ કમરૂજજમાંએ કહ્યું કે આરોપીઓને બાંગ્લાદેશના કાનુન હેઠળ મૃત્યુ ગંડની અનિવ્રાય સમીક્ષા બાદ ઉચ્ચ ન્યાયાલયના ઉચ્ચ ન્યાયાલય ખંડની મંજુરી મળવા પર વર્તમાન દસ્તુર અનુસાર ફાંસી પર લટકાવી શકાય છે આ તમામ દોષી પ્રતિબંધિત હરકત ઉલવ જિહાદ બાંગ્લાદેશના સભ્ય છે બાકી પાંચ દોષી ફરાર છે અને તેમની ગેરહાજરીમાં તેમના પર સુનાવણી ચાલી તથા સરકાર દ્વારા નિયુકત વકીલોએ કાનુન અનુસાર તેમનો બચાવ કર્યો.

ન્યાયમૂર્તિએ કહ્યું કે ફરાર આરોપીની ધરપકડ કે તેમના આત્મસમર્પણ કરી દીધા બાદ નિર્ણયને લાગુ કરવામાં આવશે હરકત ઉલ જિહાદ બાંગ્લાદેશના આતંકવાદીઓએ ૨૧ જુલાઇ ૨૦૦૦ના રોજ દક્ષિણ પશ્ચિમ ગોપાલગંજના કોટલીપાડામાં એક મેદાનની નજીક ૭૬ કિલોગ્રામ બોંબ લગાવ્યો હતો ત્યાં હસીના એક ચુંટણી રેલીને સંબોધિત કનાર હતાં


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.